નવી
દિલ્હી તા.1: ભારતીય મહિલા ટીમની દિગ્ગજ ખેલાડી વંદના કટારિયાએ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી
આજે સંન્યાસની જાહેરાત કરી છે. તેણીએ કહ્યંy છે કે 1પ વર્ષની સુવર્ણ કારકિર્દીના શિખર પર રહી વિદાય લઇ રહી છું. વંદના
કટારિયા ભારત તરફથી 320 મેચ રમી ચૂકી છે. આ દરમિયાન વંદનાએ કુલ 1પ8 ગોલ કર્યાં હતા.
32 વર્ષીય સ્ટ્રાઇકર વંદના ભારત તરફથી સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચ રમનારી મહિલા હોકી ખેલાડી
છે. તેણીએ વર્ષ 2009માં ભારતની સીનીયર મહિલા ટીમ તરફથી પહેલો મેચ રમ્યો હતો. 2020ના
ટોકયો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેનાર ભારતીય મહિલા હોકી ટીમની તે હિસ્સો હતી. વંદના
કટારિયા ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ્રિક કરનાર એકમાત્ર મહિલા હોકી ખેલાડી છે.