દર્દીએ
તા.7 જુલાઈ, 2023ના રોજ કરેલી ફરિયાદનો છેક દોઢ વર્ષે નિવેડો આવ્યો
રાજકોટ,
તા.28 : રાજ્યની પીએમજેએવાય યોજના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઇડલાઇન
જાહેર કરીને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં
તબક્કાવાર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથોસાથ ખુદ મનપાના આરોગ્ય અધિકારી દ્વારા દર ગુરુવારે આયુષ્માન
કાર્ડના લાભાર્થી દર્દીઓને હોસ્પિટલમાં પડતી અગવડતા અંગેની ફરિયાદો સાંભળવાનું શરૂ
કરાયું છે ત્યારે સરકારના ખર્ચે સારવાર લેનારા દર્દી પાસેથી રૂ.10 હજાર વસૂલતી શહેરની
એક હોસ્પિટલ સામે દોઢ વર્ષે પગલાં લઈ પાંચ ગણો દંડ ફટકારવામાં આવ્યો છે.
કોર્પોરેશનના
આરોગ્ય અધિકારી ડો.જયેશ વાકાણીના જણાવ્યાનુસાર પીએમજેએવાય યોજના અંતર્ગત નિયત માપદંડો
ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂ.10 લાખની કેશલેસ સારવાર સરકાર દ્વારા આપવામાં
આવે છે ત્યારે મવડી વિસ્તારમાં આવેલી આયુષ્માન સિનર્જી હોસ્પિટલ દ્વારા એક દર્દી પાસેથી
રૂ.10 હજારની ડિપોઝિટ લેવામાં આવી હતી. જે અંગે તા.7 જુલાઈ, 2023ના રોજ ફરિયાદ મળતા
આ મુદ્દે મનપાના આરોગ્ય તંત્રએ રાજ્યના આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જો કે, આ હોસ્પિટલનું
જોડાણ રદ કરવું કે કેમ ? તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
ડો.વાકાણીએ
ઉમેર્યું હતું કે, અંતે હોસ્પિટલ દ્વારા દર્દીને રૂ.10 હજાર પરત આપવામાં આવ્યા હતા.
સાથોસાથ નિયમ ભંગ બદલ પાંચગણો દંડ એટલે કે રૂ.50 હજાર એક સપ્તાહમાં જમા કરવા આદેશ કરવામાં
આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત હોસ્પિટલો દ્વારા ભ્રષ્ટાચાર મુદ્દે મનપાનાં
આરોગ્ય તંત્રને એક નનામી અરજી પણ મળી હતી. ડો.વાકાણીના જણાવ્યાનુસાર હેલ્થ વિભાગને
ઙખઉંઅઢ યોજના હેઠળ થતાં ભ્રષ્ટાચારને લગતી અરજી અચૂક મળી હતી પરંતુ તેમાં હોસ્પિટલોનાં
નામ તેમજ અરજી લખનારનું નામ સામેલ ન હતું.
ખ્યાતિ
હોસ્પિટલ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દે ક્રાઈમ બ્રાંચની તપાસમાં ખુલાસો
PMJAYના
જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદે ભ્રષ્ટાચારને લગતી અરજીઓ દબાવીને હેલ્થ વિભાગને અંધારામાં
રાખ્યો હતો
અમદાવાદ,
તા.28 : અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દે ક્રાઈમ બ્રાંચની તપાસમાં
મોટો ખુલાસો સામે આવ્યો છે. PMJAYના ક્લેમ ચૂકવતી ખાનગી કંપનીએ ચોંકાવનારી કબૂલાત કરી
હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2023 -24 માં આરોગ્ય વિભાગને ખ્યાતિ હોસ્પિટલમાં ઙખઉંઅઢ
યોજના હેઠળ ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆત કરી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લેનારા
દર્દીઓના રેકોર્ડ પણ મોકલવામાં આવ્યા હતા. PMJAYના જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદે
બંને અરજીઓ દબાવી દીધી હેલ્થ વિભાગને પણ અરજી અંગે કોઈ માહિતી પહોંચાડવામાં આવી ન હતી.અહીં
નોંધવું ઘટે કે, ખ્યાતિકાંડની તપાસનો રેલો અંતે PMJAY કચેરી સુધી પહોંચ્યો છે. અમદાવાદ
ક્રાઈમ બ્રાંચે PMJAY કચેરીમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મિલાપ પટેલ, સિનિયર
અધિકારી ડો, શૈલેષ આનંદ સહિત ત્રણને ઝડપી પાડયાં છે. મિલાપ પટેલ માત્ર 500 રૂપિયા મેળવી
આયુષ્માન કાર્ડનું એપ્રૂવલ આપી દેતો હોવાનું સામે આવ્યું છે.
આ ત્રણેય
આરોપીઓ દસ દિવસ પહેલા ઝડપાયેલી ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. દસ
દિવસ પહેલા ઝડપાયેલા નિમેષ ડોડિયા સહિતના આરોપીઓની પૂછપરછમાં PMJAYકચેરીના પ્રોજેક્ટ
ઓફિસર અને સિનિયર અધિકારીના નામ ખૂલતા પોલીસે કુલ ત્રણની ધરપકડ કરી છે. કોન્ટ્રાક્ટ
પર કામ કરતો મિલાપ પટેલ નામનો પ્રોજેક્ટ ઓફિસર એક આયુષમાન કાર્ડના એપ્રુવલ બદલ નિમેષ
પાસેથી 500 રૂપિયા વસૂલતો હોવાનું સામે આવ્યું છે.