સીઆઇડી
ક્રાઇમ એજન્ટોની પૂછપરછ કરે તેવી શકયતા : રોકાણકારોને ઊંચા ફાયદાની લાલચ આપી ગિફટો
આપતા
અમદાવાદ,
તા. 29:
રૂ.6000 કરોડના બીઝેડ કૌભાંડમાં સંકળાયેલા એજન્ટોના
ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. એજન્ટોએ રોકાણકારોને લાલચ આપી મસમોટું કમિશન
લીધું હોવાનું ખુલ્યું છે. એજન્ટોએ લોકો પાસે રૂ.1 લાખથી રૂ.55 લાખ સુધી રોકાણ કરાવ્યું
હતું.આ સમગ્ર ઘટનાને લઈ માહિતી સામે આવી છે કે, એજન્ટોને મોટું કમિશન મળતું હતું જેમાં
મહિને રૂપિયા 3 હજારથી લઈ 3 લાખ રૂપિયા સુધી એજન્ટો કમાતા હતા. આવા જેટલા એજન્ટો છે
તેમની પણ સીઆઈડી ક્રાઈમ પૂછપરછ કરી શકે છે અને નિવેદન પણ લઈ શકે છે. પોલીસની તપાસમાં
એ પણ સામે આવ્યું છે કે, એજન્ટો માટે પણ વિવિધ સ્કીમ બનાવી હતી. એજન્ટો ફોટો પડાવીને
વિવિધ ગિફટો આપતા હતા અને રોકાણકારોને મસમોટો ફાયદો કરાવી આપીશું તેમ કહી લલચાવતા પણ
હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ઝડપાઇ ગયેલા ભૂપેન્દ્ર ઝાલાની નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર
ચાલી હતી. સીઆઇડી
સતત
તપાસ કરી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાની સતત ત્રણ કલાક પુછપરછ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર
ઝાલાનો પુછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. ભૂપેન્દ્ર ઝાલા મોટાભાગની વાતોને પોલીસ
સમક્ષ રાખવાથી ઇન્કાર કરી રહ્યો છે. શિક્ષકોને વિદેશ પ્રવાસ પર નહીં મોકલ્યા હોવાનું
પણ રટણ કરી રહ્યો છે.
કેટલાક
શિક્ષકો એજન્ટની ભૂમિકામાં
આ સમગ્ર
કેસમાં ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતા હતા, શિક્ષક નરેશ
કટારા, પોપટાસિંહ, ગુણવંતાસિંહ ગ્રૂપમાં સક્રિય છે અને કૌભાંડ બહાર આવતા ગુણવંતાસિંહ
રાઠોડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે, તેઓ પરિવાર સાથે કેટલાય દિવસથી ફરાર છે.