• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના મેનેજર દંપતી-પુત્ર સામે રૂ.70.73 લાખની ઠગાઈનો ગુનો નોંધાયો : નાટકીય ઢબે પુત્ર ઝડપાયો

6પ0 લોકોને શીશામાં ઉતારી ફરાર

પોરબંદર, તા.30 : પોરબંદરમાં છ માસ પહેલા વાડી પલોટમાં આવેલ ક્રેડિટ સોસાયટીનો મેનેજર તેની પતની અને પુત્ર કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયા હતા. દરમિયાન પોલીસે ડાયરેક્ટરની ફરિયાદપરથી દંપતી સહિત ત્રણેય સામે રૂ.70.73 લાખની ઠગાઈ કરી ફરાર થઈ ગયાનો ગુનો નોંધ્યો હતો.દરમિયાન આ બનાવમાં પોલીસે પુત્રને ઝડપી લીધોહતો.

આ અંગેની વિગત એવી છે કે, છાયાની પંચાયતચોકી પાસે આવેલ એસબીએસ કોલોનીમાં રહેતા ઈલે.બાઈકનો ધંધો કરતા જયેશ દેવસીભાઈ વરવાડિયા નામના વેપારીએ સંજય વિનોદરાય દાવડા તેની પત્ની સપના અને પુત્ર મનન વિરુદ્ધ રૂ.70.73 લાખની ઠગાઈ આચરી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં વેપારી જયેશ વરવાડિયા શ્રી જલારામ ક્રેડિટ કો.ઓઁ.સોસાયટી લી.નામની સહકારી મંડળીમાં નવે.ર4થી ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. ર010 માં કડિયાપ્લોટમાં રહેતો સંજય વિનોદરાય દાવડા દુકાને ઈ-બાઈકની ખરીદી કરવા આવ્યો હતો અને બન્ને વચ્ચે મિત્રતા બંધાય હતી અને તેની જલારામ કો.ઓ.સોસાયટી નામની સહકારી મંડળી આવેલી છે. જેમાં તે મેનેજર છે અને તેની પત્ની સપના ડાયરેક્ટર છે અને મડળીમાં 1ર ટકા વ્યાજ અને છ વર્ષે પાકતી રકમ ડબલ આપવામાં આવશે તેવી વાત કરી હતી. આથી જયેશ વરવાડિયાએ વિશ્વાસ કર્યો હતો અને જયેશભાઈએ તેના નામે રૂ.ર3.60 લાખ, પત્ની હંસાબેનના નામે રૂ.ર0.40 લાખ, પુત્રી ખુશીના નામે રૂ.6.30 લાખ, પિતા દેવસીભાઈ મનજીભાઈના નામે રૂ.11.01 લાખ, સાસુ કાંતાબેન જીવાભાઈ કાણકિયાના નામે રૂ.6.8પ લાખ, બહેન દિપ્તી નયન કિશોરના નામે રૂ.ર1 હજાર, પાટલા સાસુ અરુણાબેન જીવાભાઈ કાણકિયાના નામે રૂ.6.8પ લાખ, સહિત રુ.70.73 લાખની રકમ ફિક્સ ડિપોઝિટ તરીકે જમા કરાવી હતી.

બાદમાં સંજય દાવડાએ ઓક્ટો.ર4માં સજય દાવડાએ ઓફિસ બંધ કરી દીધી હતી અને તેની પત્ની સપના  બ્યુટીપાર્લર ચલાવતી હોય તે પણ બંધ કરી દીધું હતું અને ત્રણેય ફરાર થઈ ગયા હતા અને 6પ0 લોકોને પણ શીશામાં ઉતાર્યાનું ખુલ્યું હતું અને સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો. બાદમાં પોલીસે સબ રજી.કચેરીના અધિકારીને સાથે રાખી સંજય દાવડાની ઓફિસના તાળા ખોલ્યા હતા અને ઓફિસના સીસીટીવીકેમેરાના ફુટેજ તપાસતા તેમા સંજય દાવડાનો પુત્ર મનન હંસાબને લગતો સામાન, કોમ્પ્યુટર સિસ્ટમ સહિતનો સામાન લઈ જતો જોવા મળ્યો હતો. પોલીસે દંપતી-પુત્ર સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન પોલીસે નાટકીયઢબે ઠગાઈના ગુનામાં ફરાર મનન સંજય દાવડાને ઝડપી લઈ રીમાન્ડ પર લેવા તજવીજ હાથધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક