ચેરિટી કમિશનરની મંજૂરી મેળવ્યા
પહેલા 2.21 કરોડમાં સોદો : સુથી પેટે રૂ.21 લાખ મંદિરે મેળવી લીધા
જૂનાગઢ, તા.9 : જૂનાગઢના સુવિખ્યાત
ભૂતનાથ મહાદેવ મંદિરની 8પ0 વાર જગ્યા રૂ. ર કરોડ ર1 લાખમાં ચેરીટી કમિશનરની મંજૂરી
પહેલા વેંચવાનો કારસો રચી રૂ.ર1 લાખ સુથી પેટે મેળવી લેવાતા શહેરમાં ઉઠી છે. જે નિયમનું
ઉલ્લંઘન હોવાનું કાયદા વિરોધી ગણાવી રહ્યા છે.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ
ભૂતનાથ મહાદેવ મંદિરની સામે રેલવે ટ્રેકને અડીને હાટકેશ હોસ્પિટલ નજીક 8પ0 વાર જગ્યા
છે. આ જગ્યા હાટકેશ હોસ્પિટલે સન 199પમાં બ્રહ્મલીન મહંત વસંતગીરી બાપુ પાસેથી રૂ.9ર6માં
ભાડે રાખી હતી ત્યારબાદ શરત મુજબ ભાડું રૂ.પપ00 મંદિર વસૂલતું હતું. મહંત વસંતગીરી
બ્રહ્મલીન થતા મંદિરનો કબજો મહેશગીરીએ સંભાળી મંદિરમાં રંગરોગાન સહિતની કામગીરી શરૂ
કરી હતી. તેમાં મંદિરની જમીન હાટકેશ હોસ્પિટલને ભાડે અપાયાનું ધ્યાને આવ્યું હતું.
બાદમાં મંદિરના મહંતના લોકો આ જમીનનું ભાડું અનેક ગણું વધારવા અથવા ખાલી કરવા હોસ્પિટલના
કર્મચારીઓને ટોર્ચર ચાલુ કર્યુ હતું. દરમિયાનમાં મંદિરના સંચાલકોના ઈશારે ભાડે આપેલી
જમીન ઉપર હોસ્પિટલે બનાવેલી કંપાઉન્ડ હોલને ગત તા.7/11/ર4ના રાત્રે જેસીબીથી તોડી પડાતા,
હોસ્પિટલના સંચાલકોએ પોલીસને જાણ કરતા તેઓ દોડી આવી, તપાસના અંતે આ મેટર ફોજદારી નહીં
દિવાની હોવાનું ગણી કોઈ પગલા ન લેતા હોસ્પિટલના સંચાલકો મૂંઝવણમાં મુકાયા હતા.
આ અંગે જૂનાગઢ કોર્ટમાં દિવાની
દાવો દાખલ કર્યો હતો તે હજુ પેન્ડિંગ છે. આ સ્થિતિમાં હોસ્પિટલના સંચાલકોએ મંદિર સામે
ઘર્ષણ ટાળવા જમીન ખરીદવા તૈયારી દર્શાવી બેઠકમાં રૂ.બે કરોડ એકવીસ લાખમાં સોદો નક્કી
કર્યો હતો. તેમાં શરત રખાય હતી કે ચેરીટી કમિશનરની મંજૂરી મળે તો ? અને સુથી પેટે મંદિરને
આર.ટી.જી.એસ.થી રૂ.ર1 લાખ મંદિરના ખાતામાં તા.રપ નવેમ્બરનાં ટ્રાન્સફર કર્યા હતા. અહીં
સવાલએ થાય કે સંસ્થાની મિલકત વેંચવા માટે સૌ પ્રથમ ચેરિટી કમિશનરની મંજૂરી ફરજિયાત
હોય છે પણ અહીં આવી મંજૂરી પહેલા જ બેઠા થાળે સોદો કરી રૂ.ર1 લાખ મંદિરના સંચાલકોએ
મેળવી લીધા. હવે ચેરિટી કમિશનર જમીન વેચાણની મંજૂરી કદાચ ન આપે તો હોસ્પિટલના રૂ.ર1
લાખ માટે જવાબદાર કોણ ?
આ સોદાએ શહેરમાં ચકચાર જગાવી
છે. આ અંગે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીનો સંપર્ક કરવાનો વારંવાર પ્રયાસ કર્યો પણ
મહંતનો મોબાઈલ સ્વીચ ઓફ જ આવે છે. હાટકેશ હોસ્પિટલ અને ભૂતનાથ મંદિર બન્ને ટ્રસ્ટ સંચાલીત
છે. તેથી ચેરિટી કમિશનરએ આ મુદ્દે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા લોકમાગણી ઉઠી છે.