જામનગર. તા. 20 : જામનગર શહેરના
કારખાનેદાર સાથે ફરીદાબાદ હરીયાણાની મહિલાએ કટકે કટકે મગાવેલા માલના રૂ.21.91 લાખ ન
ચૂકવીને છેતરપિંડી કરી હતી.
શહેરના દિગ્વિજય પ્લોટ-58, પાણીના
ટાંકા પાસે વાલદાસ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવીનભાઇ રમેશભાઇ મંગે (ઉં.વ.36) નામના વેપારી
બ્રાસનું કારખાનું ચલાવે છે અને તેઓ વર્ષ 2006-07થી હરીયાણા ખાતે શ્રી દુર્ગા એન્જિનિયરિંગ
વર્ક નામે કારખાનું ચલાવતાં મંજુબેન વિવેક પાંડે સાથે ખરીદ-વેચાણનો વ્યવહાર ચાલુ હોય
અને વર્ષ 2015થી 2020 સમયગાળા દરમિયાન વેપારીને હરીયાણાની મહિલાએ વિશ્વાસમાં લઈને કટકે
કટકે રૂ.21,91,180નો બાસ માલ મગાવી લીધો હતો. જે બાદ પૈસા ચૂકવવામાં ઠાગાઠૈયા કરતી
હતી. આજ દિન સુધી રૂપિયા ન આપતા હોવાથી વેપારીએ સીટી એ ડિવિઝનમાં હરીયાણાની કારખાનેદાર
મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.