• બુધવાર, 12 માર્ચ, 2025

જામનગરમાં ગેરકાયદે ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફરી વળ્યું

ઢીચડા રોડ પર ત્રણ જેસીબી મશીન દ્વારા દબાણ દૂર કરાયું, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જામનગર, તા.14: જામનગર શહેરના ઢીચડા રોડ પર આવેલા ગેરકાયદે ધાર્મિક સ્થળનું આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગ દ્વારા સરકારી જમીન પરના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરાસિંહ ઝાલા અને રાજેન્દ્ર દેવધા સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. આજે ત્રણ જેસીબી મશીન દ્વારા આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બની હોવાનું અને સફળતાપૂર્વક સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક