ઉપલેટા, તા.9: ઉપલેટા - પાટણવાવ રોડ પર ગઇકાલે સમઢીયાળા ગામ પાસે 1 ટ્રકમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા અંદાજીત 15 ટનની કિંમત રૂ.75,000 તથા ટ્રકની અંદાજીત કિંમત રૂ. 9,00,000 મળી કુલ 9,75,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેમજ સમઢીયાળા - ભીમોરા રોડ પર તલગણા ગામ પાસેથી 1 ટ્રકમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજ અંદાજીત 15 ટનની અંદાજીત કિંમત 75,000તથા ટ્રકની કિંમત 13,00,000 મળી કુલ 13,75,000નો મુદ્દામાલ તેમજ અન્ય 1 ટ્રકમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રીતે સાદી રેતી ખનીજ અંદાજીત 13 ટનની અંદાજીત કિંમત 65,000 તથા ટ્રકની કિંમત 11,00,000/મળી કુલ કિંમત રૂ.11,65,000નો મુદ્દામાલ સીઝ કરી પાટણવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. તેમજ ગઇકાલેનાં રાત્રીનાં ઉપલેટા - પાટણવાવ રોડ પર ભાદર નદીના પુલ પાસે 1 ટ્રકમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રીતે સાદી રેતી ખનીજનું વહન 13 ટનની અંદાજીત કિંમત 65,000તથા ટ્રકની કિંમત રૂ.9,00,000 મળી કુલ કિંમત રૂ. 9,65,000 નો મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આમ અલગ અલગ 4 ટ્રકોમાં ગેરકાયદે રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા અંદાજીત કિંમત 44,80,000 નો મુદ્દામાલ સીઝ કરી સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.