પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડ યોજાશે
ઓપરેશન સિંદૂરના ઇજના 16 પદક
વિજેતા અને ઈછઙના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર
જવાનો પણ પરેડમાં જોડાશે
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા.27 : વડાપ્રધાન નરેન્દ્ર
મોદીની ઉપસ્થિતિમાં તા.31મીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની એકતાનગર ‘સ્ટેચ્યુ
ઓફ યુનિટી’ ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરાશે. વડાપ્રધાન,
સરદાર સાહેબની પ્રતિમાની પદ પૂજા કર્યા બાદ પરેડ અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા
આવશે ત્યારે તેમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસની કંટીજન્ટ્સ દ્વારા ગાર્ડ
ઓફ ઓનર અપાશે અને સમગ્ર કાર્યક્રમનો શાનદાર પ્રારંભ થશે. આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીની
પણ આ વર્ષે 150મી જન્મજયંતી ઉજવાઈ રહી છે તેના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે બિરસા મુંડા
જયંતીએ વિશેષ પ્રસ્તુતિ યોજાવાની છે.
તેઓએ જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં
દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે
એકતાનગર ખાતે માવિંગ પરેડ યોજવામાં આવશે. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા,
છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી
થશે. ઓપરેશન સિંદૂરના BSF ના 16 પદક વિજેતા અને ઈછઙના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં
જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ
ટીમ (Heralding
Team)ના
100 જેટલા સદસ્યો કરવાના છે. મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે
આ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. 11,500થી
વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.