• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

ભારત સામેની દ. આફ્રિકા ટેસ્ટ ટીમમાં કપ્તાન બાવૂમા પરત આફ્રિકી ટીમમાં 3 સ્પિનરનો સમાવેશ: ડેવાલ્ડ બ્રેવિસ ટકી રહ્યો

ડરબન, તા.27: ભારત વિરૂધ્ધની બે ટેસ્ટ શ્રેણીની દક્ષિણ આફ્રિકા ટીમમાં કપ્તાન તેંબા બાવૂમાનું પુનરાગમન થયું છે. તે પગની ઇજાને લીધે પાકિસ્તાન પ્રવાસનો હિસ્સો બની શકયો ન હતો. તેને આ ઇજા ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સપ્ટેમ્બરમાં થઇ હતી. બાવૂમા આ સપ્તાહે પાકિસ્તાન સામે રમાનાર લીમીટેડ ઓવર્સ સિરીઝનો પણ હિસ્સો નહીં બને, પણ ભારત એ ટીમ સામે રમાનાર ચાર દિવસીય મેચમાં ભાગ લેશે. તે આફ્રિકા એ ટીમ તરફથી પહેલા મેચમાં રમશે.

આફ્રિકાની ટીમમાં બાવૂમાનો સમાવેશ એકમાત્ર ફેરફાર છે. તે ડેવિડ બેડિંઘમના સ્થાને સામેલ થયો છે. જે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીનો હિસ્સો હતો, પણ ઇલેવનમાં તક મળી ન હતી. ભારત સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની આફ્રિકી ટીમમાં ત્રણ સ્પિનર યથાવત રાખવામાં આવ્યા છે. જેમાં કેશવ મહરાજ, સાઇમન હાર્મર અને સેનુરન મુથુસામી છે. પેસ એટેકમાં કાગિસો રબાડા, માર્કો યાનસન અને કોબિન બોશ છે. લૂંગી એન્ડિગી પસંદ થયો નથી. યુવા બેટર ડેવાલ્ડ બ્રેવિસ ટેસ્ટ ટીમમાં ટકી રહ્યો છે.

ભારત-આફ્રિકા વચ્ચેનો પહેલો ટેસ્ટ 14 ડિસેમ્બરથી કોલકતામાં અને બીજો ટેસ્ટ 22 ડિસેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. આ પછી 3 મેચની વન ડે શ્રેણી અને પ મેચની ટી-20 શ્રેણી રમાશે.

દ. આફ્રિકા ટીમ: તેંબા બાવૂમા (કેપ્ટન), એડન માર્કરમ, રિયાન રિકલટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઇલ વેરેન (વિકેટકીપર), ડેવાલ્ડ બ્રેવિસ, ઝુબેર હમઝા, ટોની ડિજોર્જી, કોબિન બોશ, વિયાન મુલ્ડર, માર્કો યાનસન, કેશવ મહારાજ, સેનુરન મુથુસામી, સાઇમન હાર્મર અને કાગિસો રબાડા.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરનારે મહિલાકર્મીનો બિભત્સ વીડિયો બનાવી 60 લાખ પડાવી લીધા આરોપીએ કંપનીના ડેટા ચોરી લઈ બદનામ કરવાની ધમકી આપી વધુ રૂ.1.20 કરોડની માગણી કરી’તી October 28, Tue, 2025