કેનબેરા, તા.27: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 મેચની વન ડે શ્રેણીની સમાપ્તિ પછી હવે 29 ઓક્ટોબરથી પ મેચની ટી-20 સિરીઝ રમાશે. પહેલો મેચ બુધવારે કેનબેરા ખાતે રમાશે. ઓસ્ટ્રેલિયા ટીમમાં એક ફેરફાર થયો છે. લેગ સ્પિનર એડમ ઝમ્પાએ પિતૃત્વ અવકાશ લીધો છે. આથી તેના સ્થાને ભારતીય મૂળના સ્પિનર તનવીર સાંધાનો કાંગારૂ ટીમમાં સમાવેશ કરાયો છે. 23 વર્ષીય તનવીર સાંધા ઓસ્ટ્રેલિયા તરફથી ત્રણેય ફોર્મેટમાં પદાર્પણ કરી ચક્યો છે.
ઓસ્ટ્રેલિયા
ટી-20 ટીમ: મિચેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, જેવિયર બાર્ટલેટ, ટિમ ડેવિડ, બેન ડવાર્શિસ,
નાથન એલિસ, જોશ હેઝલવૂડ, મહલી બિયર્ડમેન, જોશ ફિલિપ, જોશ ઇંગ્લીશ (વિકેટકીપર), મેથ્યૂ
કુહેનમેન, મિચેલ ઓવેન, મેટ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ અને તનવીર સાંધા.