• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

દક્ષિણ ચીન સમુદ્રમાં બે અમેરિકી એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત

USS નિમિત્ઝના રુટિન અભિયાન દરમિયાન હેલીકોપ્ટર અને યુદ્ધ વિમાન ક્રેશ : તપાસ શરૂ

નવી દિલ્હી, તા. 27 : દક્ષિણ ચીન સમુદ્રમાં બે મોટી દુર્ઘટના બની હતી. અલગ અલગ ઘટનામાં અમેરિકાની નૌસેનાનું એક હેલીકોપ્ટર અને એક યુદ્ધ વિમાન ક્રેશ થયું હતું. જો કે બન્ને એરક્રાફ્ટના પાયલોટ અને ક્રૂને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકી નૌકાદળના પ્રશાંત બેડા તરફથી અપાયેલી જાણકારી અનુસાર બન્ને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. દક્ષિણ ચીન સમુદ્ર ઉપર ચીન દાવો કરે છે અને આ બન્ને દુર્ઘટનાને પણ રહસ્યમય ગણાવવામાં આવી રહી છે.

અમેરિકી નૌકાદળે સોશિયલ મીડિયા ઉપર એક નિવેદન જારી કરતા કહ્યું હતું કે, રવિવારે બપોરે યુએસએસ નિમિત્ઝના રુટીન અભિયાન માટે નીકળેલું એમએચ-60 આર સીહોક હેલીકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ બનાવ બપોરના 2.45 આસપાસ બન્યો હતો. રાહત અને બચાવ અભિયાન દરમિયાન તમામ ત્રણ ક્રૂ સભ્યને બચાવી લેવાયા હતા. આ બનાવના અડધા કલાક પછી યુએસએસ નિમિત્ઝથી ઉડાન ભરનારુ એફએ-18એફ સુપર હોર્નેટ યુદ્ધ વિમાન પણ ક્રેશ થયું હતું. દુર્ઘટના સમયે પાયલોટ સફળતાપૂર્વક બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરનારે મહિલાકર્મીનો બિભત્સ વીડિયો બનાવી 60 લાખ પડાવી લીધા આરોપીએ કંપનીના ડેટા ચોરી લઈ બદનામ કરવાની ધમકી આપી વધુ રૂ.1.20 કરોડની માગણી કરી’તી October 28, Tue, 2025