• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

જૂનાગઢ મનપાની મંજૂરી વગર કિયોસ્ક પોલમાં પ્રચાર બદલ રૂ.50 હજારનો દંડ

વિવિધ વિસ્તારોમાં 100 પોલ ઉપર વેણુ ઘી દ્વારા જાહેરાત પ્રદર્શિત કરાતા કરાઈ કાર્યવાહી

જૂનાગઢ, તા.8: જૂનાગઢ મહાનગરપાલિકાની મંજૂરી વગર કિયોસ્ક પોલમાં ધંધાની જાહેરાત પ્રદર્શિત કરાતા વેણુ ઘીને રૂ.50 હજાર દંડ ફટકારવામાં આવ્યો છે.

સરકારના બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત મહાનગરમાં આવેલ મેઈન રોડ ઉપર આવેલા અલગ અલગ વિભાગોની દીવાલો, ડિવાઈડરને કલર કરવાનું કામ સાથે વૃક્ષારોપણ સહિત બ્યુટીફિકેશન કામગીરી ચાલી રહી છે ત્યારે આવી દીવાલો ઉપર મનપાની મંજૂરી વગર સ્ટીકર, પોસ્ટર, વોલ પેન્ટિંગ ન કરવા વારંવાર તાકીદ કરવામાં આવે છે.

ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારોમાં 100 સોડિયમ પોલ ઉપર કોઈ પૂર્વ મંજૂરી વગર ઝાંઝરડા રોડ ઉપર આવેલા કાવેરી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વેણુ ઘી દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી પોતાના ધંધાની જાહેરાત અન્વયે મ્યુ.કમિશનરની સૂચના મુજબ નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ આસી.કમિશનર કે.જી.ટોલિયાએ રૂ.50 હજારનો દંડ ફટકારી કિપોસ્ક પોલ ઉપરથી પોતાની જાહેરાત હટાવી લેવા આદેશ કર્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક