• બુધવાર, 02 એપ્રિલ, 2025

ચાંદખેડામાં કાર સિટી બસ સાથે અથડાઇ, એકનું મૃત્યુ

અમદાવાદ, તા.28: અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઓવરસ્પીડમાં જઇ રહેલી કાર એએમટીએસ બસ સાથે ભટકાઇ હતી. જ્યાં એકનું મોત નિપજ્યું છે.

 સ્થાનિકો પાસેથી જાણવા મળ્યા અનુસાર અકસ્માત સર્જનાર કાર ચાલકે એક બાઇકને પણ ટક્કર મારી હતી. પ્રાથમિક તપાસ બાદ જાણકારી મળી છે કે આ કાર પ્રકાશકુમાર શંભુનાથસિંહ (37) ચલાવી રહ્યો હતો. તે ચાંદખેડાનો જ રહેવાસી હતો. પોલીસે જ્યારે ઘટના સ્થળે પહોંચીને કારની તપાસ કરી તો અંદરથી દારૂની બોટલ મળી આવી હતી. એટલા માટે શંકા વ્યકત કરવામાં આવી રહી છે કે કાર ચાલક અને મૃતક વ્યક્તિ દારૂના નશામાં હોઇ શકે છે. અકસ્માતમાં મૃત્યુ પામનારનું નામ વિકાસ શુકલા હોવાનું જાણવા મળે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક