• બુધવાર, 02 એપ્રિલ, 2025

ભાવનગરમાં કારખાનેદારને લૂંટી લેનાર ત્રણેય ઝડપાયા

કાર અથડાવ્યા બાદ વેપારીને આપી હતી ધમકી

ભાવનગર, તા.30: ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને પ્લાસ્ટિકનું કારખાનું ધરાવતા કારખાનેદારની કાર સાથે અથડાવી ત્રણેય શખસ કારમાં ઘૂસી ગાળો આપી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરી રોકડા રૂ.પાંચ હજારની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. જે ત્રણેય લુંટારૂને પોલીસે ઝડપી લીધા છે.

ભાવનગરના આંબાવાડી મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા અને કુંભારવાડા ગઢેચી રોડ ખાતે ગાયત્રી પ્લાસ્ટિક કોર્પોરેશન નામનું પ્લાસ્ટીકનું કારખાનું ધરાવતા અને પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિયેશનના પ્રમુખ, ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ તરીકેની જવાબદારી વહન કરતા ભુપતરાય વિષ્ણુપ્રસાદ વ્યાસ ગત તા.24ના રોજ સાંજના સમયે પોતાના કારખાનેથી પોતાની કાર નંબર જીજે.04.સીજે.5950 લઈને ઘર તરફ જવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં મોતી બાગ ટાઉન હોલ નજીક ચાની કેબીન પાસે પાર્ક થયેલી કારની બાજુમાંથી તેમની કાર પસાર થઈ ત્યારે પાર્ક થયેલી કારમાં રહેલા શખસે ઈરાદાપૂર્વક આગળનો દરવાજો ખોલી ભુપતરાયની કાર સાથે અથડાવી દીધી હતી. જે બાદ ત્રણ અજાણ્યા શખસોએ વેપારીને ધમકાવી, મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરી તથા કારમાંથી રોકડા રૂ.પાંચ હજારની લૂંટ કરી નાસી છુટયા હતા. જે બનાવની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે સાહિલ અબ્દુલ રજાક મોભ (ઉં.વ.21, રહે.વડવા નેરા), સાહિલ સાદીક ગોરી (ઉં.વ.20, રહે.વડવા નેરા), નિલરાજ કનુ વાઘેલા (ઉં.વ.25, રહે.આખલોલ જકાતનાકા) અને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક