• બુધવાર, 02 એપ્રિલ, 2025

જેતલસરના સીમ વિસ્તારમાંથી રૂ.2.72 લાખનો દારૂ પકડાયો એક શખસની ધરપકડ, બે ફરાર : રૂ.5,85,420નો મુદામાલ કબજે

જેતપુર, તા.30: જેતલસર ગામની ખેતરવાડી સીમ વિસ્તારમાં રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂની 564 બોટલ સાથે એક શખસને ઝડપી પાડયો હતો. જ્યારે ખેતરવાડી માલિક તેમજ દારૂ મોકલનાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂનો જથ્થો ઉતરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડયો હતો. જેતલસર ગામની કિશન ચીમન સેંજલીયા (રહે. જેતલસર)ની ખેતર વાડીમાં તેમના મિત્ર જસકુ જીતુ હુદડ (રહે.જેતલસર) પોતાની કારમાંથી દારૂ ઉતરતો હોવાની બાતમી મળી હતી. જેથી ટીમ ત્યાં પહોંચતા અલગ અલગ બ્રાન્ડની રૂ.2,72,220ની કિંમતની નાની મોટી 564 નંગ બોટલ મળી હતી તેમજ બિયરના 12 ટીન મળી આવ્યા હતા. આ સાથે આરોપી જસકુ ઝડપાઇ ગયો હતો. પોલીસે કુલ રૂ.5,85,420નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે ખેતરવાડી માલિક તેમજ દારૂ મોકલનાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે પકડેલો આ દારૂ કિશનનો હોવાની અને દારૂ વનરાજ કાઠી (રહે.ધારી) એ મોકલ્યો હોવાની ઝડપાયેલા આરોપી જસકુએ કબૂલાત આપી હતી. આ બંને આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેમજ દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયેલ જસકુને જેતપુર તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક