• બુધવાર, 02 એપ્રિલ, 2025

સુરેન્દ્રનગરમાં હથિયારોના શંકાસ્પદ પરવાનાના આંતરરાજ્ય કૌભાંડની શંકા

એજન્ટ મારફતે મણીપુર અને નાગાલેન્ડમાંથી

પરવાના મેળવી લીધેલા 25 હથિયાર કબજે

સુરેન્દ્રનગર, તા.30: સુરેન્દ્રનગરમાં હથિયારોના શંકાસ્પદ પરવાનાના આંતરરાજ્ય કૌભાંડ થયાની આશંકા સેવાઈ રહી છે. 21 ઈસમે મણીપુર અને નાગાલેન્ડમાંથી શંકાસ્પદ રીતે પરવાના મેળવી લીધેલા 25 હથિયાર એસ.ઓ.જી.એ કબજે કર્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે હથિયાર પકડાવાના ઘણા કિસ્સા સામે આવે છે. જિલ્લામાં હથિયારના લાયસન્સ મેળવવા શક્ય નથી. જેથી અમુક ઈસમો રાજ્ય બહારી પરમીટ મેળવી હથિયાર વસાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. એજન્ટો મારફતે મણીપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી કેટલાક લોકોએ ઓલ ઈન્ડિયા પરમીટ મેળવી છે. જે શંકાસ્પદ જણાતા સુરેન્દ્રનગર એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

એસઓજીની તપાસમાં 21 ઈસમે અન્ય રાજ્યમાંથી 25 હથિયાર મેળવ્યા હોવાનું ખુલ્યું છે. આવા શખસોની પૂછપરછ કરતા તેઓએ વાંકાનેરના મુકેશ ભરવાડ, દરડના છેલા ભરવાડ, સુરતના વિજય ભરવાડ અને સોકત અલી કરિયાણાવાળાના નામ એજન્ટ તરીકે ખુલ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક