સંસદના
ચાલુ સત્રમાં મોદી સરકાર લાવશે ખરડો : આકરી સજા-દંડની જોગવાઈ
નવી
દિલ્હી, તા.1ર : અમેરિકા, બ્રિટન સહિત અનેક દેશ ગેરકાયદે ઘૂસણખોરોને રોકવા સખત પગલાં
ઉઠાવી રહ્યા છે. ભારત પણ હવે આવી દિશામાં આગળ વધ્યું છે. ભારતમાં કાયદેસર પાસપોર્ટ
કે વિઝા વિના પ્રવેશ કરનારાઓને સખત સજા ફટકારવા કવાયત હાથ ધરાઈ છે. જે માટે કેન્દ્રની
મોદી સરકાર સંસદમાં એક ખરડો લાવી રહી છે. અહેવાલ મુજબ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારાઓને
હવે વધુમાં વધુ પ વર્ષની કેદ અને પ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ
નકલી પાસપોર્ટ કે દસ્તાવેજ સાથે ઝડપાય તો તેને ઓછામાં ઓછી બે વર્ષ અને વધુમાં વધુ
7 વર્ષની કેદ થઈ શકે છે. દંડની રકમ રૂ.1 લાખથી 10 લાખ સુધી હોઈ શકે છે. આપ્રવાસન અને
વિદેશી વિધેયક ર0રપ વિધેયકમાં ઉપરોક્ત જોગવાઈ હોવાનું સૂત્રો જણાવે છે. જેને સંસદના
ચાલુ સત્રમાં લોકસભામાં રજૂ કરવા સરકારની તૈયારી છે. આ વિધેયકનો ઉદેશ 4 જૂના કાયદાને
સમાપ્ત કરી એક વ્યાપક કાયદો ઘડવાનો છે. વર્તમાન સમયમાં ભારતમાં કાયદેસર દસ્તાવેજ વિના
પ્રવેશ કરવા પર વધુમાં વધુ પ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. નકલી પાસપોર્ટથી પ્રવેશ
કરવા પર વધુમાં વધુ 8 વર્ષની કેદ અને પ0 હજાર સુધી દંડની જોગવાઈ છે. જો કોઈ વિદેશી
પોતાના વિઝાનો સમય પૂર્ણ થવા છતાં ભારતમાં રહે અથવા પ્રતિબંધિત ક્ષેત્રોમાં જાય તો
તેને વધુમાં વધુ 3 વર્ષ સુધીની કેદ અથવા 3 લાખ સુધીના દંડની જોગવાઈ છે.