ટ્રેન
હાઈજેકમાં ભારત પર આરોપ લગાવતાં પીએમ શરીફના સલાહકાર
ઈસ્લામાબાદ
તા.1ર : પાકિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓએ આખી ટ્રેન હાઈજેક કર્યાના સનસનીખેજ બનાવમાં ભારતનો
હાથ હોવાનો આરોપ પાકિસ્તાને લગાવ્યો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે
બફાટ કરતાં કહ્યું કે ભારત બલૂચ વિદ્રોહીઓનું મદદગાર છે. તેમને ભારતનો ટેકો મળી રહ્યો
છે. જો કે આવી વાત સાબિત કરતાં કોઈ પુરાવા તેમણે રજૂ કર્યા ન હતા.
ટ્રેન
હાઈજેક અંગે પાકિસ્તાની મીડિયાએ જ્યારે પૂછયું કે બીએલએ ને શું અફઘાનિસ્તાનના સંગઠન
તહરીક એ તાલિબાન તરફથી મદદ મળી રહી છે ? તો સનાઉલ્લાહે કહયું કે તે ભારત કરી રહ્યું
છે. તેમાં કોઈ શંકા નથી. ભારત મદદ કરી રહયું છે અને અફઘાનિસ્તાનમાં તેમને સુરક્ષિત
શરણ મળે છે. ત્યાં બેસીને તેઓ તમામ પ્રકારનું આયોજન કરે છે. તે પાકિસ્તાનના દુશ્મન
લોકો છે અને તેમાં કોઈ બેમત નથી. આ કોઈ રાજકીય મામલો નથી. બલોચ વિદ્રોહીઓનો કોઈ રાજકીય
એજન્ડા પણ નથી. તેમનો ઈરાદો ફકત લોકોની હત્યા કરવાનો અને લૂંટફાટ કરવાનો છે.
સનાઉલ્લાહે
કહયું કે અફઘાનિસ્તાનમાં રહીને તેમને તમામ પ્રકારની નાણાંકીય મદદ મળે છે. તેમને એ સુવિધા
અપાઈ છે કે તેઓ જાય, સરહદ ઓળંગે અને પોતાની કાર્યવાહી કરીને પાછા આવી જાય.