નવી
દિલ્હી, તા. 12 : યુપીના સંભલ જીલ્લામાં હોળીના દિવસે ચોપાઈના જુલુસ માર્ગ ઉપર આવતી
મસ્જિદો માટે પ્રશાસને મોટો નિર્ણય કર્યો છે. હોળી દરમિયાન થનારી રેલીમાં વચ્ચે આવતી
જામા મસ્જિદ સહિતની કુલ 10 મસ્જિદને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવશે. એએસપી શ્રીશચંદ્રે
આ જાણકારી આપી છે. બીજી તરફ હાઈકોર્ટ દ્વારા જામા મસ્જિદના રંગરોગાન અને લાઈટિંગની
મંજૂરી આપવામાં આવી છે અને આ જવાબદારી એએસઆઈની હોવાનું કહેવાયું છે.
એએસપી
શ્રીશચંદ્ર અનુસા સંભલમાં હોળીની ચોપાઈઓની રેલી જે રસ્તે નિકળશે તે રસ્તે આવતા ધાર્મિક
સ્થળોને બન્ને પક્ષની સહમતિ બાદ ઢાંકવામાં આવશે. અંદાજીત 10 મસ્જિદ છે જેને ઢાંકવામાં
આવશે. આ મુદ્દે બન્ને પક્ષ સાથે વાતચીત થઈ ચૂકી છે અને સહમતિ પણ વ્યક્તિ થઈ છે. બીજી
તરફ અલ્હાબાદ હાઈકોર્ટ સંભલની જામા મસ્જિદના કલરકામ અને લાઈટિંગની મંજૂરી આપી દીધી
છે. રમઝાન મહિનાને ધ્યાને લઈને મસ્જિદના કલરકામ અને લાઈટિંગની મંજૂરી મળી છે. આ માટે
એએસઆઈને એક અઠવાડિયાની મહેતલ આપવામાં આવી છે.