• બુધવાર, 02 એપ્રિલ, 2025

મોદી સારા મિત્ર છે, પરંતુ ટેરિફ તો લગાવશું જ : ટ્રમ્પ અમેરિકી પ્રમુખે કહ્યું : ભારત ચાલાક છે

વોશિંગ્ટન, તા. 29 : બે દેશમાં ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં વ્હાઇટ હાઉસમાં જણાવ્યું હતું કે, મોદી મારા ઘણા સારા મિત્ર છે.

જો કે, ભારત અમારા પર ઘણો ટેરિફ લાગુ કરે છે, એ જોતાં અમેરિકા પણ ભારતીય સામાન પર બરાબરીનો ટેરિફ લગાવશે, તેવી વાત વધુ એકવાર ટ્રમ્પે કરી હતી.

ભારત અને અમેરિકા વચ્ચે વેપારલક્ષી મંત્રણા સફળ થશે, તેવી આશા પણ અમેરિકી રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત દુનિયામાં સર્વાધિક ટેરિફ લગાવતા દેશોમાં સામેલ છે, આ મામલે ભારત ભારે ક્રૂર તેમજ હોશિયાર પણ છે. એ સાથે ભારત પાસે મોદીનાં રૂપમાં શ્રેષ્ઠ વડાપ્રધાન છે.

-------------------

ટેરિફથી બચવા માગતા દેશો સામે ટ્રમ્પે મૂક્યો વિકલ્પ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની તૈયારી કરી લીધી છે. જોકે, ટ્રમ્પ કહે છે કે જે દેશ આ પ્રકારના ટેરિફથી બચવા માગતો હોય તે મારી સાથે અલગ અલગ કરાર કરવા વાટાઘાટો કરી શકે છે હું તૈયાર છું. ટ્રમ્પે કહ્યું છે કે અમારી સરકાર દ્વારા 2 એપ્રિલથી ટેરિફ લાદવામાં આવ્યા બાદ પણ અલગ અલગ કરારો માટે વાટાઘાટો કરવા દરવાજા ખુલ્લા રહેશે. એટલું જ નહીં ટ્રમ્પે મેડિકલ ક્ષેત્ર પર ટેરિફ લાદવાની યોજનાનો પણ ઉલ્લેખ કર્યે. જોકે, તેમણે આ અંગે વિગતવાર માહિતી આપી ન હતી. એરફોર્સ વનમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમે ઘણા દેશો સાથે વાત કરી છે. બ્રિટન સહિત ઘણા દેશોએ આ ટેરિફ ટાળવા માટે અમારો સંપર્ક કર્યે છે. આ બધા દેશો એક સોદો કરવા માગે છે પણ અમે જણાવી દેવા માગીએ છીકે અમારી સાથે સોદો શક્ય ત્યારે જ છે  અમેરિકાને પણ આ સોદાથી ફાયદો થાય... પરંતુ હા એક વાત છે, હું પણ આવી ડીલ માટે તૈયાર છું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગઢડાના ટાટમ નજીક કાર અને બુલેટ વચ્ચે અકસ્માત : દાદા-પૌત્રીના મૃત્યુ કારચાલક સહિત બે લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા April 01, Tue, 2025