ગેરવ્યવસ્થા, મૂડીપતિઓને ફાયદાકારક
પગલાને જવાબદાર ગણાવતાં કોંગ્રેસ નેતા
નવી દિલ્હી, તા.ર9 : કોંગ્રેસના
સાંસદ તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની
ગેરવ્યવસ્થા અને માનિતા મૂડીપતિઓને ફાયદો પહોંચાડવાના પગલાંએ દેશના બેન્કિંગ સેક્ટરને
બરબાદ કરી નાંખ્યું અને બેંકો ગંભીર સંકટમાં આવી ગઈ છે.
રાહુલ ગાંધીએ કહ્યંy કે બેંકોમાં
ભાઈ-ભત્રીજાવાદ ચાલી રહયો છે અને સરકાર પોતાના નજીકના ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા
તેમના ઋણ માફ કરી રહી છે. સંસદ પરિસરમાં મળવા આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના પ્રતિનિધિઓ સાથેની
વાતચીતમાં તેમની ફરિયાદોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સરકારની નીતિઓની કિંમત કર્મચારીઓએ
ચૂકવવી પડી રહી છે અને તેમનું શોષણ તથા ઉત્પીડન થઈ રહ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે
પોતાના અબજપતિ મિત્રોના 16 લાખ કરોડનું ઋણ માફ કર્યુ છે. નિયામક ગેરવ્યવસ્થા સાથોસાથ
ભાઈ-ભત્રીજાવાદે બેન્કિંગ સેકટરને સંકટમાં મૂકી દીધું છે.