તેલ
અવીવ, તા.30 : પેલેસ્ટાઈની આતંકી સંગઠન હમાસે ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ સાથે યુદ્ધ વિરામ
પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેણે ઈજીપ્ત અને કતરની મધ્યસ્થામાં તૈયાર કરવામાં આવેલા
પ્રસ્તાવને માન્ય રાખ્યો હતો પરંતુ વાત આગળ વધે તે પહેલા નવો વણાંક એ આવ્યો કે આ પ્રસ્તાવથી
ઉલટ ઈઝરાયલે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હમાસના પ્રસ્તાવના જવાબમાં ઈઝરાયલે કહ્યું
કે તેણે અમેરિકા સાથે મળીને નવો યુદ્ધ વિરામ પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં ઈઝરાયલ
તરફથી છોડવામાં આવનાર પેલેસ્ટાઈની કેદીઓની સંખ્યામાં બદલાવ કરાયો છે. ઈઝરાયલના પ્રસ્તાવની
વધુ વિગત સામે આવી નથી. આ પહેલા હમાસે ઈઝરાયલી બંધકોને ન છોડી પ્રસ્તાવ ભંગ કર્યાના
આરોપ સાથે ઈઝરાયલે ગાઝામાં ફરી હુમલા શરૂ કર્યા છે.