• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

પંજાબમાં રાઘવ ચઢ્ઢાને મોટી ભૂમિકા? મોદી સાથે ઓચિંતી મુલાકાત

પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ચાલતી તૈયારીઓ વચ્ચે થયેલી મુલાકાતથી અટકળોનું બજાર ગરમ

નવીદિલ્હી,તા.8: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આપ છોડનાર ભાજપ સાંસદ રાઘવ ચઢ્ઢાની આજે થયેલી ઓચિંતી મુલાકાતે ચર્ચા અને અટકળોનું બજાર ગરમ કરી દીધું છે. ચઢ્ઢાએ આજની આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરીને આજની સવારને યાદગાર ગણાવી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણીની અવળી ગણતરી ચાલી રહી છે ત્યારે આ બરાબર એ પહેલા જ આ મુલાકાતે ચઢ્ઢાને પંજાબમાં કોઈ મોટી ભૂમિકા મળવાની અટકળો છેડી દીધી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક