28 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન તમામ 1પ મેચ દુબઇમાં રમાશે
દુબઇ,
તા.7: એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ આજે મહિલા ટી-20 એશિયા કપ-2026નો કાર્યક્રમ
જાહેર કર્યોં છે. આ ટૂર્નામેન્ટ 28 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન દુબઇમાં રમાશે. ટૂર્નામેન્ટની
સૌથી સફળ ભારતીય મહિલા મહિલા ટીમ તેના અભિયાનની શરૂઆત 30 ઓગસ્ટ થાઇલેન્ડ સામે મેદાનમાં
ઉતરીને કરશે. જયારે પાકિસ્તાન વિરુદ્ધનો બહુપ્રતિક્ષિત મુકાબલો તા. પ સપ્ટેમ્બરે રમાશે.
ભારતીય મહિલા ટીમ ગ્રુપ-એમાં પાકિસ્તાન, થાઇલેન્ડ, હોંગકોંગ અને ચીન સાથે છે. ગ્રુપ-બીમાં
વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા, બાંગલાદેશ, ઇન્ડોનેશિયા અને યજમાન યૂએઇ ટીમ છે.
મહિલા
ટી-20 એશિયા કપમાં 8 ટીમને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. બન્ને ગ્રુપની ટોચની બે ટીમ
સેમિ ફાઇનલમાં પહોંચશે. પ્રથમ સેમિ મેચ 10 સપ્ટેમ્બરે અને બીજો સેમિ ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરે
રમાશે. ખિતાબી ટક્કર 13 સપ્ટેમ્બરે થશે. ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન મેચ હોંગકોંગ અને થાઇલેન્ડ
વચ્ચે 28 ઓગસ્ટે રમાશે. ટૂર્નામેન્ટના તમામ 1પ મેચ દુબઇમાં રમાશે.