સેમીફાઇનલમાં હમવતન રક્ષિતાને હરાવી : આજે ચીનની હાન કિયાન સામે ખિતાબી ટક્કર
નવી
દિલ્હી, તા. 8 : ભારતીય શટલર અશ્મિતા ચાલિહાનું કોરિયા માસ્ટર્સ 2026મા શાનદાર પ્રદર્શન
યથાવત્ છે. અશ્વિમતાએ મહિલા સિંગલ્સના ફાઇનલમાં જગ્યા બનાવી છે. શનિવારે દક્ષિણ કોરિયા
સામે સેમીફાઇનલ મુકાબલામાં સરળતાથી હમવતન રક્ષિતા રામરાજને ત્રણ ગેમ સુધી ચાલેલા મુકાબલામાં
21-13, 16-21, 21-13થી હરાવી હતી. બન્ને ભારતીય ખેલાડી વચ્ચે મુકાબલો 48 મિનિટ સુધી
ચાલ્યો હતો. હવે રવિવારે ફાઇનલમાં વર્લ્ડ નંબ
50 અશ્મિતા ચાલિહાનો સામનો ચીનની હાન કિયાન શી સામે થશે.