• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

કોઠારિયા રોડ પર ભંગારના ડેલામાં આગથી ત્રણ શ્રમિક દાઝ્યા

મોરબી રોડ પર મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો

રાજકોટ,તા.18 ઃ શહેરમાં રવિવારે આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. કોઠારિયા રોડ પર સાઈબાબા સર્કલ પાસે આવેલા હૈમાય સ્ટીલના ભંગારના ડેલામાં આગ લાગતાં ત્રણ શ્રમિકો દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, મોરબી રોડ પર ગિરિરાજ પાર્ટી પ્લોટ પાછળ આવેલા મંડપ સર્વિસના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી. બંને સ્થળે આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે કામગીરી હાથ ધરી હતી. મોરબી રોડની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના કોઠારિયા રોડ પર સાઈબાબા સર્કલની બાજુમાં આવેલા હૈમાય સ્ટીલના ભંગારના ડેલામાં બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી. ભંગારના ડેલામાં આગ લાગતાં સ્થળ પર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં કોઠારિયા ફાયર સ્ટેશનની ટીમ ફાયર વોટર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તારણ મુજબ, ભંગારના ડેલામાં ક્રેપ કરવાની મશીનમાં આગ લાગી હતી. ત્યારબાદ આગ નજીકમાં પડેલા અન્ય ઇલેક્ટ્રિક વાયરીંગ સુધી ફેલાઈ હતી. ભંગારની જગ્યાએ વિવિધ પ્રકારનો સામાન પડેલો હોવાથી આગ વધુ ફેલાવાની શક્યતા હતી. જોકે, ફાયર વિભાગની ટીમે સમયસર કામગીરી શરૂ કરતાં આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે સૌપ્રથમ સલામતીને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મશીનમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયરીંગ સુધી ફેલાઈ હોવાથી આગ પર નિયંત્રણ મેળવવા તકેદારી રાખવામાં આવી હતી. ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં મદદ મળી હતી. આગના કારણે ક્રેપ કરવાની મશીનને નુકસાન થયું હતું. જોકે, ફાયર ટીમે સમયસર આગ પર કાબૂ મેળવી લેતાં ડેલામાં પડેલા અન્ય માલસામાનને બચાવવામાં સફળતા મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા October 19, Mon, 2026