રાજકોટ,
તા.22ઃ રાજકોટ વીવાયઓ શ્રીનાથધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીનું તા.25ના આગમન થનાર છે. આ તકે 25 નવેમ્બરે “વીવાયઓ
સૌરાષ્ટ્ર હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ” સ્થળનું ભૂમિપૂજન તેઓના હસ્તે સાંજે
4-30 થી કલાકે 150 ફૂટ, નવો રીંગ રોડ ખાતે કરવામાં આવશે.
ત્યારે
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં તારીખ તા.26 નવેમ્બરે ગુરૂવારે
વીવાયઓ શ્રીનાથ ધામ હવેલી ખાતે ભવ્ય અન્નકૂટ મનોરથમાં દિવ્ય સજાવટમાં 51 કિલો અન્ન
(સખડી)ના શિખરની અતિ દિવ્ય સજાવટ સાથે વિવિધ સામગ્રી શ્રી પ્રભુને ઘરવામાં આવશે. સાંજે
6 થી શ્રી પ્રભુ સુખાર્થે “ભવ્ય અન્નકૂટ મનોરથ”ના દર્શન સૌ ભાવિકજનો અર્થ ખુલ્લા મુકવામાં
આવશે તેમજ તેઓના મંગલ જન્મ દિવસ નિમિતે વૈષ્ણવો દ્વારા અભિવાદન પાઠવી શકાશે. ઉલ્લેખનીય
છે કે, શહેરના મોટા મવા વિસ્તારમાં અનેક વર્ષોથી ધાર્મિક, સાંસ્કૃતિક એવમ સામાજિક તથા
માનવલક્ષી કાર્યોની સુવાસ પ્રસરાવવા “વીવાયઓ શ્રીનાથ ધામ હવેલી” અવિરતપણે કાર્યરત છે.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલીઓની પરંપરા અનુસાર નૂતન વર્ષ નિમિતે પ્રભુ સુખાર્થે અન્નકૂટના
દર્શનનો સૌને અવસર પ્રાપ્ત
થશે.