ડૉ.
અશ્વિની જસાણી-મોદી દ્વારા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય
સ્તરની સર્જીકલ સારવારનો લાભ મળશે
રાજકોટ,
તા.ર1ઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતનું ગૌરવ ગણાતાં બ્રેસ્ટ એન્ડ ઓન્કોપ્લાસ્ટિક
સર્જન ડો.અશ્વિની જસાણી (મોદી)એ વર્ષ-2026 માં વિયેના, અૉસ્ટ્રિયા ખાતે યુરોપિયન બોર્ડ
ઓફ સર્જરીની બ્રેસ્ટ ઓન્કોપ્લાસ્ટિક સર્જરીની પ્રેક્ટિકલ કોમ્પિટન્સી પરીક્ષા સફળતાપૂર્વક
પાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
રાજકોટની
પંચનાથ હોસ્પિટલ વગેરે ખાતે સેવા આપતાં ડૉ.અશ્વિની જસાણી (મોદી)એ વિયેના ખાતે બ્રેસ્ટ
ઓન્કોપ્લાસ્ટિક સર્જરીની પ્રેક્ટિકલ કોમ્પિટન્સી પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. તેમની
આ સિદ્ધિથી સૌરાષ્ટ્રના દર્દીઓને સ્તર સંબંધિત વિવિધ રોગો માટે આધુનિક, આંતરરાષ્ટ્રીય
સ્તરની બ્રેસ્ટ સર્જરીની સારવારનો લાભ મળી શકશે.
ઉલ્લેખનીય
છે કે, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીના ભત્રીજા વહુ ડો.અશ્વિની જસાણી (મોદી)એ
વિયેના ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે.
ડૉ.
અશ્વિની જસાણી (મોદી) એ વિયેના ખાતે યોજાયેલી આ પ્રેક્ટિકલ પરીક્ષામાં ભાગ લેતા વિવિધ
દેશોના આશરે ર0 પાત્ર ઉમેદવારો સાથે સામેલ થયા હતા.
સ્તનના
સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવી, સ્તન સંબંધિત રોગોનું વહેલું નિદાન અને સમયસર સારવારને
પ્રોત્સાહન આપવું તથા સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહેંચાડવા
માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.