સોમવારે મુખ્યમંત્રી જામકંડોરણા આવે ત્યારે જ લોકાર્પણ થવાની શક્યતા
જો આગામી અઠવાડિયે લોકાર્પણ ન થાય તો ટ્રાફિકનો પ્રશ્ન સર્જાશે
રાજકોટ, તા.21 : રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં 27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રમાવાની છે. જો કે, આ મેચ સંદર્ભ અત્યારે માધાપર ચોક ખાતે નિર્માણાધીન બ્રિજ અતી મહત્વનો મુદ્દો છે. જો મેચ પહેલા બ્રિજ ખૂલ્લો મૂકવામાં ન આવે તો ટ્રાફિકનો મહાપ્રશ્ન સર્જાશે. જેથી મેચ પહેલા આ બ્રિજને ખુલ્લો મૂકી દેવાના તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
માધાપર ચોકડી ખાતે રૂ.60 કરોડના ખર્ચે ઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે બ્રિજનું કામ આપવામાં આવ્યું ત્યારે 15 મહિનામાં કામ પૂર્ણ કરવાની શરત મૂકવામાં આવી હતી. જો કે કામ ખૂબ જ ધીમુ ચાલ્યું હતુ, જેના કારણે ઘણો વિલંબ થયો છે. અંતમાં એપ્રિલ-2023 સુધીમાં તૈયાર કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતુ, પરંતુ તે પણ શક્ય ન બન્યું, અત્યારે આ બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જો કે, ગાંધી સોસાયટીના રહેવાસીઓને વળતર ન અપાતા આ બ્રિજના કામમાં ફરી વિઘ્ન આવ્યું છે. જેથી બ્રિજનું લોકાર્પણ કરવામાં વિલંબ થાય તેમ છે. બીજી તરફ આગામી તા.27 સપ્ટેમ્બરે જામનગર રોડનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ રમાનાર છે. અનેક ક્રિકેટ રસીકોને આ મેચ નિહાળવા માટે રાજકોટમાંથી માધાપર ચોકડીએ પસાર થવું પડે છે. જામનગર રોડ પર ટ્રાફિકનો ધસારો રહેશે. આ સંજોગોમાં ટ્રાફિકમાં રાહત માટે માધાપર ચોકડી ખાતેનો બ્રિજ તૈયાર થઈ ગયો હોય મેચ પૂર્વે માધાપર બ્રિજને ખુલ્લો મુકવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંભવત: આગામી અઠવાડીયની લોકાર્પણ તારીખ નક્કી થયા બાદ મુખ્યમંત્રીને વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો