શહેરના મુખ્ય માર્ગો અને ચોકમાં પોલીસનો બંદોબસ્ત
રાજકોટ, તા.ર7 : દિવાળીના તહેવારની પ્રાંરભે જ શહેરીજનો ખરીદી કરવા અને રોશની નીહાળવા પરિવાર સાથે નીકળતી પડતા એક તકિકે ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળી હતી. જો કે ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દઈ ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા માટેથી મોડી રાત સુધી ફરજ બજાવવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, શહેરભરમાં સરકારી કચેરીઓ તેમજ ફરવા સ્થળોને રોશનીની શણગાવવામા આવ્યા હોય શહેરીજનો પરિવાર સાથે ફરવા નીકળી પડતા અને એકસાથે લોકોનો પ્રવાહ વધતા શહેરના મુખ્ય માર્ગો અને ચોકકસ ચોક ખાતે ટ્રાફિક સમસ્યાઓ ઉભી થઈ હતી. જો કે ટ્રાફિક શાખાના ડીસીપી પુજા યાદવ તેમજ એસીપી જે.બી.ગઢવીના માર્ગદર્શન ચાર પીઆઈ તેમજ ટીઆરબી જવાનો અને ટ્રાફિક શાખાના સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શહેરના રેસકોષ રીંગ, કિશાનપરા ચોક, મહિલા કોલેજ અંન્ડર બ્રીજ, આમ્રપાલી અન્ડર બ્રીજ, રૈયારોડ, એરપોર્ટ ફાટક રોડ તેમજ જીલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ, લાખાજીરાજ રોડ સહિતના વિસ્તારોમાં રવિવારે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જો કે પોલીસે રાત સુધી બંદોબસ્ત જાળવી રાખી ટ્રાફિક નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરી
હતી.