• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

શહેરભરને ધમરોળતા રીઢા ગુનેગાર પરપ્રાંતીય પિતા-પુત્ર ઝડપાયા

પાંચ ચોરીના ભેદ ઉકેલાયા : રૂ.79 હજારની મતા કબજે

રાજકોટ, તા.ર9 :  શહેરના ગાંધીગ્રામ વિસ્તારને પંદર દિવસથી તસ્કરો ધમરોળતા હોય પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ અને બાતમીના આધારે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ડીસીપી ઝોન-ર જગદીશ બાંભરવાના માર્ગદર્શન હેઠળ એલસીબી-ઝોન-રના પોસઈ આર.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જે.વી.ગોહીલ, જમાદાર રાજેશ મીયાત્રા, રાહુલ ગોહેલ, શકિતસિહ ગોહેલ, ધર્મરાજસિહ ઝાલા સહિતના સ્ટાફે બાતમીના આધારે શીતલ પાર્ક પાસેથી રાજસ્થાનના બાદલને સોમેશ્વર ઈન્દ્રા કોલોનીમાં રહેતા રાહુલ ઉર્ફે પંડીત બાદલ બનજારા (ઉ.પ1)અને બાદલ રાહુલ બનજારા (ઉ.ર3) નામના રીઢા ગુનેગાર પિતા-પુત્રને ઝડપી લીધા હતા.

પોલીસે રીઢા તસ્કર બેલડી પાસેથી રૂ.ર0 હજારની કિંમતના ચાંદીના દાગીના, રૂ.1પ00 ની રોકડ, બે બાઈક તેમજ ટોર્ચ, લોખંડનુ પકડ, ગણેશીયો, બે ડીસમીસ, કાતર, ત્રણ બુકાની, માથામાં પહેરવાની વીગ સહિત રૂ.79,830નો મુદ્દામાલ કબજે કર્યે હતો.

પોલીસની વધુ તપાસમાં તસ્કર પિતા-પુત્રએ પંદર દિવસ દરમિયાન ગાંધીગ્રામ વિસ્તારના યુનિ.રોડ, બજરંગવાડી, રૈયારોડ સહિતના વિસ્તારોમાં પાંચ મકાનોમાં હાથફેરો કર્યાની કબુલાત આપી હતી તેમજ બે બાઈક પણ ચોરાઉ હોવાનું ખુલ્ય ંyહતું. રાહુલ ઉર્ફે પડીત વિરુધ્ધ રાજસ્થાન, સુરત, જામનગરમાં 1પ ગુના અને બાદલ રાહુલ બનજારા વિરુધ્ધ રાજકોટ, જામનગરમાં 11 ગુના નોધાયેલ છે તેમજ બાદલ ઉર્ફે પંડીત વિરુધ્ધ રાજસ્થાન પંથકમાં અનેક ગુના નોધાયેલ છે અને અજમેર કોર્ટે 70 મુજબ પકડ વોરંટ ઈસ્યુ કરેલ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક