• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

જીયાણા ગામની જમીન પચાવી પાડવાનો કારસો : અજાણ્યા શખસ - મહિલા સામે ગુનો નોંધાયો

 

માતા - પુત્રનું ખોટું પાન કાર્ડ બનાવી ખોટા ફોટા રજૂ કરી સહી સાથે રજૂ કર્યા

 

રાજકોટ, તા.ર9 : મવડી  વિસ્તારમાં મૌલિક પાર્કમાં રહેતી વિલાસબેન મનસુખભાઈ પાનસુરિયા નામની મહિલાએ વિશાલ ઉર્ફે વિલાસબેન મનસુખ પાનસુરિયા અને પુત્ર ભૌતિકનું મનસુખ પાનસુરિયાનું ખોટું નામ ધારણ કરનાર શખસ સહિતના વિરુદ્ધ જમીન પચાવી પાડવાનો કારસો કરવા માટેથી ખોટું પાનકાર્ડ તેમજ ખોટા ફોટા અને બોગસ સહિ કરનાર શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી વિલાસબેનના પતિ મનસુખ પાનસુરિયાનું ર008ની સાલમાં અવસાન થતાં ર009માં રાજકોટમાં રહેતા હસમુખ ડાયાભાઈ હીરપરા સાથે બીજા લગ્ન કર્યા હતા અને વિલાસબેનને આગલા ઘરનું સંતાન ભૌતિક હતો. વિલાસબેના સસરા પુરુષોત્તમ પાનસુરિયાની માલિકીની જીયાણા ગામે જમીન આવેલી હોય તેમાં વારસદાર તરીકે સાસુ જયાબેન, પતિ મનસુખ, બીજો પુત્ર સુરેશભાઈ અને સુરત રહેતાં સુમીતાબેન હેમત સાકરિયા અને પડધરીનાં સરપદડ ગામે રહેતાં વિલાસબેન પ્રવીણ પટોડિયા હતાં અને બન્ને ભાઈનાં નામે દસ-દસ વીઘા જમીન ચડાવવામાં આવી હતી અને પુત્ર ભૌતિકની ઉંમર છ વર્ષની હોય 18 વર્ષનો થાય ત્યારે તે વખતે વિલાસબેન અને પુત્ર ભૌતિકનું ઉપરોક્ત જમીનમાં નામ ચડાવવાની વાત થઈ હતી અને ર0ર3માં વિલાસબેન અને પુત્ર ભૌતિકનુ નામ ચડાવવામાં આવ્યું હતું.

દરમિયાન ગત તા.7/8/ર4ના પુત્ર ભૌતિક આ જમીનના 7/1ર અને 8 - અ કઢાવવા જતા તેમાં ખાતેદાર તરીકે પ્રવીણ વાલજી દડૈયા અને અમીત પ્રવીણ દડૈયાઓનાં નામ જોવા મળ્યા હતા અને આ બન્ને શખસને ઓળખતા ન હોય દસ્તાવેજ સંદર્ભે તપાસ કરતા દસ્તાવેજમાં ખોટું પાનકાર્ડ લગાવેલ હતું અને ભૌતિકનો ખોટો ફોટો અને ખોટી સહીઓ જોવા મળી હતી તેમજ આ દસ્તાવેજમાં સાક્ષી તરીકે મોચીનગર, સંજયનગર, પ્રેસકોલોની, રાજીવનગરના વિપુલ પુરુષોત્તમ ચૌહાણનું નામ જોવા મળ્યું હતું અને આ જમીનનો દસ્તાવેજ તા.રપ/6/ર4ના રજિસ્ટર થયેલાનું જાણવા મળ્યું હતું અને મિલકત પચાવી પાડવાના બદઈરાદે અજાણી મહિલા અને શખસ તથા તપાસમાં ખૂલે તે સહિતના શખસો દ્વારા કારસો કરવામાં આવ્યો હોવાનું જણાતા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક