વૃંદાવન,
તા.10: ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યાં બાદ ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને
તેની પત્ની બોલિવૂડ હિરોઇન અનુષ્કા શર્મા સંતાનો સાથે શ્રી પ્રેમાનંદ ગોવિંદ શરણજી
મહારાજના દર્શને તેમના આશ્રમ પહોંચ્યા હતા. પ્રેમાનંદ મહારાજ સમક્ષ સાક્ષાત દંડવત પ્રણામ
કરતા વિરાટ અને અનુષ્કાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપીથી વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન
અનુષ્કા શર્મા તેમના આધ્યાત્કિ ગુરુ સાથે સંવાદ કરતી પણ જોવા મળે છે.
વીડિયોમાં
પ્રેમાનંદ મહારાજ અનુષ્કા અને વિરાટની પ્રશંસા અને આશીર્વાદ આપતા જોવા મળે છે. વિરાટ
અને અનુષ્કા અગાઉ પર પ્રેમાનંદજી મહારાજના વૃંદાવન સ્થિત આશ્રમની મુલાકાત લઇ ચૂકયા
છે. પ્રેમાનંદ મહારાજ કોહલીની પ્રશંસામાં કહે છે કે આપ ખેલથી ભગવાનની સેવા કરો છો.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કોહલીનું બેટ બોલ્યું ન હતું. તે 9 ઇનિંગમાં
190 રન જ કરી શક્યો હતો. જેમાં એક ઇનિંગમાં 100 રન હતા. આ પછીથી તેની ટેસ્ટ કેરિયર
ખતરામાં મુકાઇ છે.