-
પ્રારંભના 5 મુકાબલામાં
ચોક્કા-છક્કા અને રનરેટની ટકાવારીમાં ઉછાળો : અનેક રેકોર્ડ તૂટવાના સંકેત
મુંબઇ,
તા.26: આઇપીએલની 18મી સીઝનની શરૂઆત ધૂંઆધાર અંદાજમાં થઇ છે. પહેલા પાંચ મુકાબલાએ સંકેત
આપી દીધો છે કે આ વખતે સૌથી મોટા ટોટલ, છક્કા-ચોક્કાની સંખ્યા સહિતના અન્ય બેટિંગ રેકોર્ડ
તૂટવાના છે. આઇપીએલ-202પ સીઝનની શરૂઆત સાથે એવો પણ સંકેત મળે છે કે આ વખતે કોઇ એક ટીમનો
ટોટલ 300 રન જોવા મળી શકે છે.
ગત
સીઝનની તુલનામાં પહેલા પાંચ મેચમાં રન રેટ 17 ટકા વધુ છે. મહત્ત્વની વાત એ છે કે આ
દરમિયાન ચોક્કા-છક્કાની ટકાવારી પણ સારી એવી વધી છે. છક્કામાં 37 ટકાનો અને ચોક્કામાં
34 ટકાનો ઉછાળો આવ્યો છે. પાછલી સીઝનની તુલનામાં 32 છક્કા વધુ લાગ્યા છે. 2024 સીઝનમાં
પહેલા પાંચ મેચમાં 87 છક્કા લાગ્યા હતા. જે આ વખતે 119 લાગી ચૂકયા છે. આ સીઝનમાં
10 ઇનિંગમાં છ ઇનિંગ દરમિયાન સ્કોર 200 ઉપર ગયો છે. જેમાં પાંચ વખત 210 ઉપર અને ત્રણવાર
240 ઉપરનો સ્કોર જોવા મળ્યો છે.
આ ઉપરાંત
આ વખતે 10 ઇનિંગમાં આઠ વખત પાવરપ્લેમાં 60 કે તેથી વધુ રન બન્યા છે. જેમાં સવાર્ધિક
94 રન સનરાઇઝર્સે હૈદરાબાદ ટીમે રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધ કર્યાં હતા. પાવરપ્લેના રન
રેટમાં પણ 30 ટકાનો ઉછાળો આવ્યો છે જ્યારે મીડલ ઓવરમાં 17 ટકા રન રેટ વધ્યો છે. આ સામે
ડેથ ઓવર્સમાં રન ગતિ ફકત પાંચ ટકા જ વધી છે. આ વખતે 1પથી વધુ બોલનો સામનો કર્યાં પછી
13 બેટરની સ્ટ્રાઇક રેટ 200 ઉપર જોવા મળી છે. ઇશાન કિશને સૌથી મોટી ઇનિંગ રમી છે. તેણે
47 દડામાં અણનમ 106 અને શ્રેયસ અય્યરે 42 દડામાં અણનમ 97 રન કર્યાં છે.
આ સીઝનમાં
અત્યાર સુધી એક ઓવરમાં સૌથી વધુ 28 રન બન્યા છે. જે દિલ્હીના ટ્રિસ્ટન સ્ટબ્સની બોલિંગમાં
લખનઉના નિકોલસ પૂરને કર્યાં હતા. ગત સીઝનમાં આ દરમિયાન એક ઓવરમાં સર્વાધિક 26 રન હતા.