• બુધવાર, 02 એપ્રિલ, 2025

લખનઉના કપ્તાન પંત અને મેન્ટોર ઝહિર ખાન વચ્ચે તણાવ

નવી દિલ્હી, તા.28: લખનઉ સુપર જાયન્ટસના નવા કેપ્ટન ઋષભ પંત અને ટીમના મેન્ટોર ઝહિર ખાન વચ્ચે બધું ઠીક ન હોવાના રિપોર્ટ છે. બન્ને વચ્ચે પાછલા સનઇરાઝર્સ હૈદરાબાદ મેચ વખતે તણાખાં ઝર્યાં હતા. જો કે આ મેચમાં લખનઉ ટીમને પ વિકેટે જીત મળી હતી. મેચ પછીના એક લાઇવ શોમાં હરભજનસિંઘે આ વિશે કહ્યંy કે પંત અને ઝહિર અલગ અલગ સોચ ધરાવે છે. મેન્ટોર ઝહિર ખાને આ મેચમાં ઋષભ પંતને મિચેલ માર્શ સાથે દાવનો પ્રારંભ કરવાનું કહ્યંy હતું, પણ કપ્તાન પંત મધ્યક્રમ માટે અડગ રહ્યો હતો. તે હૈદરાબાદ સામે પંસદના ચોથા ક્રમે ઉતર્યોં હતો અને 1પ દડામાં 1પ રનની નિસ્તેજ ઇનિંગ રમી હતી. જે વિશે ભજજીએ કહ્યંy પંત ઓપન કરે અને પોતાનું બેસ્ટ બેટિંગ પરફોમન્સ આપે. તેની એક સારી ઇનિંગથી આત્મવિશ્વાસ વધશે અને ફોર્મ વાપસી થશે. ઝહિરનું માનવું હતું કે પાવરપ્લેનો પણ પંતને લાભ મળશે. જો કે કપ્તાન પંત એકનો બે થયો ન હતો અને મીડલઓર્ડરમાં જ બેટિંગમાં આવ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ઋષભ પંત આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. તેના પર 27 કરોડની બોલી લગાવી લખનઉ ફ્રેંચાઈઝીએ ખરીદ્યો હતો. હાલ તે આઉટ ઓફ ફોર્મ છે. પહેલા મેચમાં ઝીરોમાં અને બીજા મેચમાં 1પ રનમાં આઉટ થયો હતો. દિલ્હી સામેના મેચમાં આખરી ઓવરમાં સ્ટમ્પિંગની તક પણ ગુમાવી હતી અને આથી અંતમાં લખનઉને હાર મળી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગઢડાના ટાટમ નજીક કાર અને બુલેટ વચ્ચે અકસ્માત : દાદા-પૌત્રીના મૃત્યુ કારચાલક સહિત બે લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા April 01, Tue, 2025