નવી
દિલ્હી, તા. 29 : ભારતીય કેપ્ટન રોહિત શર્માના કહેવા પ્રમાણે ટીમ ઈન્ડિયા છેલ્લા નવ
મહિનામાં ક્રિકેટના ઉતારચડાવનો સામનો કરતા સફળતા મેળવવા માટે સામુહિક સંઘર્ષ કર્યો
છે અને છેલ્લી ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમનો પ્રત્યેક સભ્ય સન્માનનો
હકદાર છે. ભારતને છેલ્લી 3 આઈસીસી લિમિટેડ ઓવરના ટૂર્નામેન્ટમાં 24 મેચમાંથી માત્ર
એકમાં જ હાર મળી છે. તે પણ 2023ના વિશ્વકપ દરમિયાન મળી હતી. આ હાર ભારતને ટૂર્નામેન્ટના
ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે મળી હતી.
ભારતના કેપ્ટન તરીકેના પોતાના કાર્યકાળ માટે રોહિત શર્માએ કહ્યું હતું કે, ટીમે
ત્રણ મોટી ટુર્નામેન્ટમાં જે મેળવ્યું છે તેના માટે તમામ સભ્ય સન્માનને પાત્ર છે.