• બુધવાર, 02 એપ્રિલ, 2025

ચેન્નઈએ પોતે બનાવ્યો પોતાની હારનો રસ્તો

ધોનીની નવમા નંબરે બેટિંગ અને હેઝલવુડના બાઉન્સરે ટીમને કરી તબાહ

નવી દિલ્હી, તા. 29 : મેચ જીતવો કે હારવો એ ટીમના ખેલાડીઓના અપ્રોચ ઉપર નિર્ભર કરે છે. ટીમ લડીને હારે તો સમજાય પણ સરેન્ડરના જ ભાવમાં હોય તો સવાલ ઉઠતા હોય છે. ચેન્નઈ અને બેંગલોર વચ્ચેના મેચમાં આ વસ્તુ સાફ જોવા મળી હતી. ચેન્નઈના ચેપોકમાં જે અભેદ કિલ્લો પાંચ વખતની આઈપીએ ચેમ્પિયન ટીમ સીએસકેએ આરસીબી સામે 17 વર્ષથી જાળવી રાખ્યો હતો. જો કે પોતાની જ ભુલોને કારણે હવે કિલ્લો અભેદ રહ્યો નથી. સૌથી વધારે  નિરાશા મહેન્દ્રસિંહ ધોનીના કારણે થઈ હતી જે નવા નંબરે બેટિંગમાં ઉતર્યો હતો.

મેચમાં આરસીબીએ એવી રમત બતાવી હતી જેની ચાહકો 17 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. ચેન્નઈના ચેપોકમાં અંતિમ વખત 2008મા આરસીબીની ટીમ રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં સીએસકે સામે જીતી હતી. દ્રવિડ બાદ અનિલ કુંબલે, ફાફ ડુપ્લેસિસ જેવા ઘણા આરસીબી કેપ્ટન આવ્યા પણ ચેન્નઈના ચેપોકમાં કોઈપણ જીતી શક્યા નહી. જો કે હવે આ કામ 2025મા રજત પાટીદારની કેપ્ટનશીપમાં થયું છે.

સીએસકે દ્વારા રનચેઝ કરવામાં આવતા ટોપ ઓર્ડર શરૂઆતથી જ  વિખેરાયેલો રહ્યો હતો અને મીડલ ઓર્ડર પણ સંભાળી શક્યો નહોતો. હેઝલવુડે ત્રણેય વિકેટ બાઉન્સરમાં લીધી હતી. રચિન રવીન્દ્ર એક છેડે ટકી રહ્યો હતો પણ બીજી તરફ વિકેટોનું પતન યથાવત રહ્યું હતું. બાદમાં યશ દયાલે એક જ ઓવરમાં બે વિકેટ લીધી હતી.

બાદમાં ધોનીને બદલે અશ્વિનને ઉતારવામાં આવ્યો હતો. જેનાથી ચાહકો પણ નિરાશ થયા હતા. ધોની મેદાનમાં એવા સમયે ઉતર્યો જ્યારે સ્કોર 99-7 હતો અને અશ્વિન આઉટ થઈ ચુક્યો હતો. હકીકતમાં આ સ્થિતિ એવી હતી કે ધોનીને મજબૂરીમાં મેદાનમાં ઉતરવું પડયું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગઢડાના ટાટમ નજીક કાર અને બુલેટ વચ્ચે અકસ્માત : દાદા-પૌત્રીના મૃત્યુ કારચાલક સહિત બે લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા April 01, Tue, 2025