• બુધવાર, 02 એપ્રિલ, 2025

મુંબઇને જીતની શોધ, કોલકતાને જાળવવો છે વિજયક્રમ

નબળી શરૂઆત બાદ એમઆઇનું લક્ષ્ય હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ પર સીઝનનો પ્રથમ વિજય

મુંબઇ, તા.30: પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે ફરી એકવાર આઇપીએલ સીઝનની ખરાબ શરૂઆત કરી છે. હવે તે હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ પર સોમવારે કોલકતા નાઇટ રાઈટર્સ વિરુદ્ધ ટકરાશે. ત્યારે એમઆઇનું એકમાત્ર લક્ષ્ય હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવીને સીઝનની પ્રથમ જીત હાંસલ કરવાનો હશે. મુંબઇ ટીમને ચેન્નાઇ અને ગુજરાત સામે હાર મળી ચૂકી છે અને કોલકતા સામેની હારથી બચવા બેટિંગ-બોલિંગ મોરચે શાનદાર દેખાવ કરવો પડશે. ટૂર્નામેન્ટમાં હંમેશાં ધીમી શરૂઆત કરનાર મુંબઇ ટીમ તેના અભિયાનને પટરી પર લાવવું હશે તો તેના સ્ટાર ખેલાડીઓએ ક્ષમતા અનુસારનો દેખાવ કરવો પડશે. બીજી તરફ કોલકતાની નજર વિજય ક્રમ જાળવી રાખવાનો હશે. પહેલા મેચમાં આરસીબી સામેની હાર પછી કેકેઆરે તેના બીજા મેચમાં રાજસ્થાન સામે જીત મેળવી વાપસી કરી લીધી છે.

મુંબઇની ચિંતા તેના બન્ને ઓપનર છે. રોહિત શર્મા અને રિયાન રિકલટન ક્રિઝ પર ટકી શકતા નથી. દ. આફ્રિકાનો બેટર રિકલટન પ્રતિભાશાળી છે, પણ તે આઇપીએલની પોતાની પહેલી સીઝનમાં ભારતની પિચ પર હજુ એડજેસ્ટ થઇ શકયો નથી. બીજી તરફ રોહિત બન્ને મેચમાં બે આંકડે પહોંચી શકયો નથી. તેની ખરાબ શોટ મારી આઉટ થવાની પેટન્ટ બની ગઇ છે. સૂર્યકુમારે ગુજરાત સામે 48 રન કરી ફોર્મ વાપસી કરી છે, પણ તેનામાં હજુ 360 ડિગ્રી બેટરની ઝલક દેખાતી નથી. યુવા તિલક વર્મા પાસેથી ટીમને સારી ઇનિંગની આશા બની રહેશે. કપ્તાન ટીમ પાસેથી ઓલરાઉન્ડ દેખાવ કરાવવા માટે ખુદ કપ્તાન હાર્દિક પંડયાએ દેખાવ સુધારવો પડશે. બુમરાહની ગેરહાજરીમાં ટ્રેંટ બોલ્ટ કે અન્ય કોઈ બોલરે મેચ વિજેતા બનવું પડશે. આ માટે દીપક ચહરે સારો સાથ આપવો પડશે.

બીજી તરફ રહાણેની આગેવાનીમાં કેકેઆર ટીમે તેના પાછલા મેચમાં રાજસ્થાન સામે જીત મેળવી વાપસી કરી છે. તેનો ઓપનર ડિ’કોક શાનદાર ફોર્મમાં છે. તેણે રાજસ્થાન સામેના મેચમાં અણનમ 97 રન કરી એકલા હાથે જીત અપાવી હતી. જો કે ટીમની ચિંતા મોંઘા ખેલાડી વૈંકટેશ અય્યરનું ખરાબ ફોર્મ છે. રાજસ્થાન સામેના મેચનો હિસ્સો ન બનનાર સ્પિન ઓલરાઉન્ડર સુનિલ નારાયણ હવે બિમારીમાંથી બહાર આવી ગયો છે અને પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. રસેલ અને રિંકુને લીકે કેકેઆરની ડેથ ઓવર્સમાં બેટિંગ તાકાત વધે છે. જયારે સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તી બે મિસ્ટ્રી સ્પિનર કેકેઆરની અસલી તાકાત છે. જેની સામે મુંબઇના બેટધરોની કસોટી થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગઢડાના ટાટમ નજીક કાર અને બુલેટ વચ્ચે અકસ્માત : દાદા-પૌત્રીના મૃત્યુ કારચાલક સહિત બે લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા April 01, Tue, 2025