• શુક્રવાર, 04 એપ્રિલ, 2025

જામનગરમાં રિક્ષાચાલકની હત્યાના ગુનામાં આઠ ઈસમ પકડાયા પાંચ આરોપી પાસે રી-કન્સ્ટ્રક્શન કરાયું

જામનગર, તા.1: જામનગરમાં સિદ્ધાર્થનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના ર3 વર્ષના યુવાનનો દિગજામ સર્કલ નજીકથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.

આ બનાવ અંગે મૃતકની માતા રામીબેન ધનજીભાઈ પરમારે પોતાના પુત્રને જૂના મનદુ:ખના કારણે મારી નાખવા અંગે તે જ વિસ્તારમાં રહેતા હિતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશભાઈ પરમાર, મનીયો દેવશીભાઈ મકવાણા અને આશિષ રાજુભાઈ વારસાકિયા તેમજ તપાસમાં જેના નામ ખુલે તે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને અલગ અલગ ટીમો બનાવીને સૌ પ્રથમ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, અને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસે પાંચેય આરોપીઓને સાથે રાખીને બનાવના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ સીટી ડિવિઝન સી ડિવિઝન પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ એક મહિલા સહિત વધુ 3 આરોપીઓને પકડયા છે. કુલ આઠ આરોપીઓ જેમાં રાહુલ દેપાળભાઈ મકવાણા રહે રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છી પાડો જામનગર, પ્રકાશ ઉર્ફે પકો નારણભાઈ પરમાર રહે ખેતીવાડી સિદ્ધાર્થ કોલોની શેરી નં.4 જામનગર, હીતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા રહે-રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છી પાડો જામનગર, દિલીપ ઉર્ફે દીપો દિનેશભાઈ પરમાર રહે-ખેતીવાડી હીંગોરા ફેબ્રીકેશનની સામેની ગલીમાં જામનગર, મનોજ ઉર્ફે મનીયો દેવશીભાઈ મકવાણા રહે-અંધાશ્રમ પાછળ કચ્છી પાડો, જામનગર, આશીષ ઉર્ફે આશીયો રાજુભાઈ વારસાખીયા રહે અંધાશ્રમ પાછળ હનુમાન ચોક, જામનગર, દેપાળભાઈ સોમાભાઈ મકવાણા રહે-રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છ પાડો જામનગર અને હીનાબેન દેપાળભાઈ મકવાણા રહે-રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છ પાડો જામનગરની અટકાયત કરી લીધો છે, જેની પૂછપરછ થઈ રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક