નવી દિલ્હી, તા.1પ: આઈપીએલ-18 સીઝનના પોઇન્ટ ટેબલ પરની તળિયાને ત્રણ ટીમ તેમના પાછલા મેચમાં જીત મેળવી વાપસી કરી ચૂકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો પંજાબ સામે, મુંબઇનો દિલ્હી વિરુદ્ધ અને ગઇકાલે સીએસકેનો લખનઉ સામે વિજય થયો હતો. હવે મુંબઇ ઇન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સના આવનારા મેચ ત્રિકોણીય શ્રેણી જેવા છે.
મુંબઈ
17મીએ હૈદરાબાદ સામે વાનખેડે સ્ટેડિયમમાં રમશે. એ પછી 20મીએ ચેન્નાઇ સામે ટકરાશે.
23મીએ મુંબઇ ઇન્ડિયન્સનો સામનો ફરી હૈદરાબાદ સામે હશે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ
17 અને 23મીએ મુંબઇ સામે રમ્યા બાદ 2પ એપ્રિલે ચેન્નાઇ સામે ટકરાશે. આ શેડયૂલ જોતાં
મુંબઈના હવે પછીના ત્રણ મેચ હૈદરાબાદ અને ચેન્નાઇ વિરુદ્ધ છે જ્યારે સનરાઇઝર્સે ત્રણ
મુકાબલા મુંબઇ-ચેન્નાઇ સામે છે. સીએસકેના હવે પછીના બે મેચ મુંબઇ-હૈદરાબાદ સામે છે.
આ ત્રણેય
ટીમ પોઇન્ટ ટેબલ પર તળિયે છે અને બહાર થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ ત્રણેય ટીમની
ત્રિકોણીય શ્રેણી જેવી ટક્કર થવાની છે. એક-બીજા સામે ટકરાયા પછી લગભગ એક ટીમની સફર
સમાપ્ત થઇ શકે છે.