• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

GST પોર્ટલ ઠપ, કરદાતાઓ હેરાન વેપારીઓની મુદત વધારવા માંગ

નવી દિલ્હી, તા. 10 : દેશની સરકારને મહેસૂલી કમાણી કરી આપતા જીએસટીની વેબસાઇટ શુક્રવારે ઠપ થઇ ગઇ હતી. જીએસટી ભરવાની સમયમર્યાદા પૂરી થવાથી ઠીક પહેલાં યાંત્રિક ખામીએ કરદાતાઓ માટે મુશ્કેલી સર્જી હતી.

આવતીકાલે શનિવારે જીએસટી રિટર્ન ભરવાની અંતિમ તારીખ છે. તેવા ટાંકણે જ પોર્ટલ ઠપ થતાં પરેશાન થયેલા લાખો કરદાતાઓએ રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવવાની માંગ કરી હતી. કરદાતાઓએ જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ કમસેકમ 13મી જાન્યુઆરી કરી આપવાની માંગ કરી હતી.

જીએસટી નેટવર્ક (જીએસટીએન)એ શુક્રવારે પોતાનાં સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી યાંત્રિક ખામી સર્જાઇ છે, તેવું કહેતાં નોંધ્યું હતું કે, ટૂંક સમયમાં જ સમસ્યા દૂર કરી દેવાશે.

જીએસટી રિટર્ન ભરવામાં વિલંબની અસર વેપારીઓની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ પર પણ પડશે, તેવું કરદાતા વ્યવસાયી કહી     રહ્યા છે. જીએસટીઆર ડેટા-1 વિના જીએસટીઆર-2બી તૈયાર ન થઇ શકવાથી વેપારીઓને રોકડમાં ચૂકવણાં કરવા પડી શકે છે. તજજ્ઞોએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સરકારે આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે બેકઅપ સિસ્ટમ તૈયાર રાખવી જોઇએ.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં 13 વર્ષના ભાઈના હાથે એક વર્ષની બહેનની હત્યા રડતી બહેન શાંત નહીં થતાં ગળું દબાવી દીધું January 24, Fri, 2025