• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીલ કાર્યરત, કોઈને કાર્યકારી તરીકે નિમણૂક કે જવાબદારી અપાઇ નથી : ભાજપ

ભાજપમાં કાર્યકારી પ્રમુખ જેવું કંઈ હોતું નથી, સોશિયલ મીડિયા દ્વારા ઉપજાવી કાઢેલી વાત છે : ડૉ.યજ્ઞેશ દવે

ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલની કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ

અમદાવાદ,તા.23: ગુજરાત ભાજપના સંગઠનની સંરચના ચાલી રહી છે. મંડલ પ્રમુખોની નિમણૂકો બાદ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિમણૂકનું કોકડું ગૂંચવાયું છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવતા સંગઠન માટે ઓછો સમય ફાળવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર થતાં સંગઠનની જવાબદારી વધી ગઈ છે. તેવામાં ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલની કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વોટ્સએપ ગ્રુપોમાં કાર્યકરોએ રજની પટેલને અભિનંદન આપવાનું શરૂ કર્યુ હતુ. આ બાબતે ભાજપના મીડિયા કન્વિનર ડૉ.યજ્ઞેશ દવેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ કાર્યરત છે, હાલ કોઈ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કે જવાબદારી અપાઇ નથી. પ્રદેશ મહામંત્રી રજની પટેલે પણ કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂકની બાબતને અફવા ગણાવી હતી.  તેમણે કહ્યું કે, ભાજપમાં કાર્યકારી પ્રમુખ જેવું કંઈ હોતુ નથી. સોશિયલ મીડિયા દ્વારા ઉપજાવી કાઢેલી વાત છે. ભાજપમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક રાષ્ટ્રીય કક્ષાએથી થતી હોય છે. તેથી આ વાતમાં કોઈ દમ નથી.

અહીં નોંધવું ઘટે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તેમ છતાં પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક બાકી છે. હાલના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીની જવાબદારી હોવાથી ચૂંટણીમાં સમય ફાળવી શકે તેમ નથી. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી બાદ થાય તેમ છે. તેથી સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપર વિશેષ જવાબદારી આવી ગઈ છે. હાલમાં નવા સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે. મંડલ પ્રમુખોની નિમણૂક બાદ જિલ્લા અને મહાનગરોના પ્રમુખની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે 1300 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા હતા પરંતુ, કેટલાંક કારણોને લઈ નવા સંગઠનની પ્રક્રિયા ઘોંચમાં પડતાં નવું માળખું અધૂરું રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા સંગઠન માળખાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025