કેન્દ્રીય
મંત્રી ગડકરીનું એલાન
નવી
દિલ્હી, તા.ર9 : ભારતમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા અને ટૂ વ્હીલર ચાલકોની
સુરક્ષા સુનિશ્ચિત કરવા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ એલાન
કર્યુ છે કે હવે પ્રત્યેક ટૂ વ્હીલરની ખરીદી પર આઈએસઆઈ સર્ટિફાઈડ બે હેલમેટ આપવા ફરજિયાત
રહેશે.
નવી
દિલ્હીમાં આયોજીત ઓટો સમિટમાં આવો નિર્ણય જાહેર કરાયો હતો જેને ટૂ વ્હીલર હેલમેટ મેન્યુફેકચરર
એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ ટેકો આપ્યો છે. ગડકરીને આ નિર્ણય ઉદ્યોગ જગત દ્વારા લાંબા સમયથી
ઉપેક્ષિત પગલું માનવામાં આવે છે જે રસ્તાઓ પર બિનજરુરી મૃત્યુને રોકવામાં મદદ રુપ થશે.
વધુમાં નવા નિયમ મુજબ ટૂ વ્હીલર ચાલકે હેલમેટ પહેર્યુ નહીં હોય તો રૂ.ર000 અને સરખી
રીતે નહીં પહેર્યું હોય તો રૂ.1000નો દંડ થશે.