• બુધવાર, 02 એપ્રિલ, 2025

ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાંની આગાહી

તા.31 માર્ચથી તા.3 એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે : હવામાન વિભાગ : ગરમીમાં ઘટાડાની શક્યતાં

અમદાવાદ, તા. 29 : ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં ઘણાં શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની અનુસાર, મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ સક્રિય થઈ રહ્યું છે જેના કારણે 31મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. 31મી માર્ચે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે. પહેલી એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. બીજી એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ત્રીજી ઓપ્રિલે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારાનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ સિસ્ટમ સક્રિય થતાં ગરમીમાં પણ ઘટાડો થઈ શકે છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે, જોકે આગામી 48 કલાક કેટલાક જિલ્લામાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ એ વધારો સામાન્ય રહેશે. 

દરમિયાનમાં આજે રાજ્યમાં રાજકોટ 39 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યંy હતું જ્યારે વેરાવળમાં 38.2 ડિગ્રીને બાદ કરતા મોટા ભાગના શહેરોમાં 36થી 38 ડિગ્રીની વચ્ચે રહ્યુ હતું. જેમાં મુખ્યત્વે જોઇએ તો અમદાવાદમાં 36.7, અમરેલીમાં 37.7, દીવમાં 37.6, ગાંધીનગરમાં 37, કંડલામાં 37.9 ડિગ્રી મહતમ તાપમાન રહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગઢડાના ટાટમ નજીક કાર અને બુલેટ વચ્ચે અકસ્માત : દાદા-પૌત્રીના મૃત્યુ કારચાલક સહિત બે લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા April 01, Tue, 2025