લિમોઝિનમાં આગથી દોડધામ, સુરક્ષામાં ચૂકથી
રાષ્ટ્રપતિ કાર્યાલયની ચિંતા વધી
પુતિનના મૃત્યુ વિશે ઝેલેન્સ્કીની આગાહીના
4 દિવસમાં જ વિસ્ફોટથી અનેક તર્કવિતર્ક
નવી
દિલ્હી, તા. 30 : ‘પુતિનનું જલ્દી મોત થઇ જશે’ તેવી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર
ઝેલેન્સ્કીએ કરેલી ભવિષ્યવાણીના ચોથા જ દિવસે રવિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર
પુતિનના કાફલાની લિમોઝિન કારમાં જોરદાર ધડાકો થતાં ભારે દોડધામ મચી ગઇ હતી.
મોસ્કોમાં
રુસી ગુપ્તચર એજન્સી એફએસબીના વડા મથકની બહાર જ લક્ઝરી લિમોઝિન કારમાં ધડાકો થતાં કારના
એન્જિનમાં આગ લાગી ગઇ હતી, જે અંદર પણ ફેલાઇ ગઇ હતી.
રાષ્ટ્રપતિની
સુરક્ષામાં બેહદ ગંભીર ચૂકની આ ઘટનાથી પુતિનની સુરક્ષા માટે રાષ્ટ્રપતિ કાર્યાલયની
ચિંતા વધી ગઇ છે.
જો
કે, વિસ્ફોટ થયો ત્યારે પુતિન એ કાફલાની કારની આસપાસ જ નહોતા. આ પુતિનની હત્યાના ઇરાદે
જ કરાયેલું કાવતરું હતું કે માત્ર એક અકસ્માત તે તરત જાણી શકાયું નહોતું.
રાષ્ટ્રપતિ
પુતિન અનેકવાર આ જ લિમોઝિન કારનો ઉપયોગ કરતા રહે છે. તેમણે ઉત્તર કોરિયાના તાનાશાહ
કિમ જોંગ ઉનને પણ લિમોઝિન કાર જ ભેટમાં આપી હતી.
આ કાર
રશિયામાં જ બનાવાય છે. ધડાકા બાદ આગ લાગતાં આસપાસના વિસ્તારોમાંથી લોકો દોડી આવ્યા
હતા.
મીડિયા
રિપોર્ટસમાં દાવો કરાયો છે કે પુતિનની હત્યાનો પ્રયાસ કરાયો છે. તેમના કાફલામાં રહેલી
લિમોઝીનમાં બ્લાસ્ટ કરાયો છે. બનાવનો વીડિયો અને તસ્વીરો સામે આવી છે. બનાવને પગલે
રશિયાની ગુપ્તચર તથા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે અને રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા
વધારવા સાથે લિમોઝીનમાં બ્લાસ્ટની તપાસ શરુ કરાઈ છે.
યુક્રેનના
રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંસ્કીએ 27મી માર્ચના રોજ દાવો કર્યો હતો કે રશિયાના રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિન જલ્દી મરી જશે અને તેનાથી બન્ને દેશ વચ્ચેના યુદ્ધનો અંત આવશે. પેરિસમાં
એક ઈન્ટરવ્યુ દરમિયાન ઝેલેંસ્કીની ટિપ્પણી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સ્વાસ્થ્ય ઉપર
લાગી રહેલી અટકળોને ધ્યાને લઈને થઈ હોય તેવી ચર્ચા હતી પણ હવે પુતિનના કાફલાની કારમાં
વિસ્ફોટનો બનાવ બનતા તેમાં ઝેલેંસ્કીનો હાથ હોવાના દાવા થઈ રહ્યા છે. બુધવારે ફ્રાન્સના
રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં સાથે બેઠક બાદ ઝેલેંસ્કીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું
હતું કે, પુતિન જલ્દી મરી જશે અને આ એક તથ્ય છે. પછી યુદ્ધનો પણ અંત આવી જશે.