બે કિમીથી વધુના ક્ષેત્રફળમાં હજારો વૃક્ષો
બળીને ખાક : સેના, એરફોર્સની મદદ લેવાઈ
નવી
દિલ્હી, તા. 30 : માઉન્ટ આબુના જંગલનો એક મોટો હિસ્સો બળીને ખાક થયો છે. જંગલના નાના-નાના
હિસ્સામાં આગ લાગી હતી. જેને કાબૂમાં લેવા માટે બે દિવસથી મથામણ ચાલી રહી છે. સ્થાનિકોના
કહેવા પ્રમાણે જંગલમાં ફાટી નીકળેલી આગમાં ઘણા જાનવરોને પણ નુકસાન થયું હોવાની આશંકા
છે. આગ ઓલવવા માટે એરફોર્સ, સેના અને સીઆરપીએફના જવાનો અને વનવિભાગના કર્મચારીઓ કામે
લાગ્યાહતા. શનિવારે બપોરે જંગલની અંદર લાગેલી આગ જોતજોતામાં સડકના કિનારા સુધી પહોંચી
ગઈ હતી અને બે કિમીથી પણ વધારે ક્ષેત્રફળમાં ફેલાઈ હતી. આગ લાગ્યાને બે દિવસ વિતી ચૂક્યા
હોવા છતા તેને કાબુમા લઈ શકાય નહોતી.
વન
વિભાગના કહેવા પ્રમાણે માઉન્ટ આબુમાં આવેલા છીપાબેરી નામના વિસ્તારમાં આગ લાગી હોવાની
માહિતી મળી હતી. આ સમયે હવા ખુબ જ વધુ ફૂંકાઈ રહી હોવાના કારણે અમુક કલાકમાં જ આગ
100 હેક્ટર વિસ્તારમાં ફેલાઈ હતી. વધુમાં આગના કારણે સૌથી વધારે પ્રભાવિત જંગલ વિસ્તાર સુધી પહોંચવામાં
વન વિભાગના કર્મચારીઓને ભારે મહેનત કરવી પડી હતી. આ દરમિયાન આગ ઝડપથી ફેલાઈ રહી હોવાના કારણે એરફોર્સ અને આર્મીની
મદદ લેવામાં આવી હતી.
માઉન્ટ
આબુ હિલ સ્ટેશન આસપાસ માઉન્ટ આબુ વાઈલ્ડલાઈફ સેન્ચુરી ક્ષેત્ર છે. જે પૂરો વિસ્તાર
300થી વધારે રિંછનું કુદરતી આવાસ છે. ગરમીના વાતાવરણમાં આ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ
બનતી રહે છે. જેને રોકવા માટે વનકર્મચારીઓ ફાયર લાઈન બનાવીને પ્રયાસ કરી રહ્યા હતા.
આબુની તળેટીમાં ઋષિકેશના જંગલમાં પણ આગ લાગી હતી. જેને અંદાજીત બે કલાકની જહેમત બાદ
કાબૂમાં લેવામાં આવી હતી.