• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

એક મિશન જમીન પર, અંતરિક્ષ ક્ષેત્રની અફવા નિવારવાનું

અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રની વિશ્વ સ્તરના સંસ્થાનઈસરો- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર ઓર્ગેનાઈઝેશનનું નિજીકરણ થઈ રહ્યું છે તેવા સમાચારે ધરતી ઉપર હલચલ મચાવી દીધી, જો કે વાતનું વતેસર થાય તે પૂર્વે કેન્દ્ર સરકારે તેની સ્પષ્ટતા કરીને કહી દીધું છે કેઆવું કંઈ થવાનું નથી, માત્ર અફવા છે.’  આજે નહીં, ઘણા વર્ષોથી દેશમાં સરકારી એકમો- સંસ્થાઓના કંપની રુપાંતરણ કે ખાનગીકરણનો જે પ્રવાહ ચાલ્યો તે જોતાં આવી વાત ક્યાંયથી પણ આવે તો તે ઝડપથી ફેલાય અને સંબંધિતોમાં તેના માટે વિરોધ પણ ઊઠે તેમાં આશ્ચર્ય નથી. તેમાં પણઈસરો જેવું અનેક દૃષ્ટિથી મહત્વનું સંસ્થાન હોય તો સાવ સામાન્ય લોકોના કાન પણ સરવા થાય .

સ્પેસ સેક્ટરના રેગ્યુલેટરી બોડીઈન-સ્પેસના ચેરમેન પવનકુમાર ગોયન્કાએ એક કાર્યક્રમમાં કરેલું નિવેદન ચર્ચાસ્પદ પ્રકરણના મૂળમાં છે. તેમણે કહ્યું કેઈસરો ભવિષ્યમાં નિયમિતલોન્ચ વ્હીકલ અનેસેટેલાઈટ બનાવવાનું પરંપરાગત કામ નહીં કરે પરંતુપબ્લિક સેક્ટર અન્ડરટેકિંગને કામ સોંપવામાં આવશે જેથી ઈસરો અદ્યતન સંશોધનો ઉપર ધ્યાન વધારે આપી શકે. વાત એક તણખો સાબિત થવાની હતી અને તેની જ્વાળા દેખાઈ કર્મચારીઓના વિરોધરુપે. ‘ઈસરોના નવ કેન્દ્રના મુખ્ય કર્મચારી સંગઠનોએ ઈસરોના અધ્યક્ષ અને અંતરિક્ષ વિભાગના સચિવ વી. નારાયણનને પત્ર લખ્યો હતો. પોતાની નોકરીની સલામતીની સાથે કર્મચારીઓ- વિજ્ઞાનીઓએ એવી પણ દલીલ કરી કે રોકેટ અને ઉપગ્રહ નિર્માણઈસરોની મુખ્ય ઓળખ અને તાકાત છે. ખાનગી હાથોમાં કામ અપાય નહીં. ભયસ્થાનો ખોટાં નથી. ‘ઈસરોનું કાર્ય તો બહુઆયામી છે જેમાં દેશની વિજ્ઞાનક્ષેત્રની પ્રગતિ ઉપરાંત આપણી વ્યૂહાત્મક અનેક બાબતોનો પણ સમાવેશ થાય. વિશ્વ સ્તરે ભલેનાસા બહુ મોટું કામ કરે પરંતુ ભારતમાંઈસરો અનેિફઝિકલ રીસર્ચ લેબોરેટરી જેવાં સંસ્થાનોએ દાયકાઓથી નોંધપાત્ર કામ કર્યું છે. મંગળ, ચંદ્રયાન જેવા પ્રકલ્પોમાંઈસરોનું યોગદાન છે તો આરંભિક વર્ષોમાં દૂરદર્શન, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ સહિતના કાર્યોમાં પણ પાયાનું કામ કર્યું. હરિકોટા, અમદાવાદ સહિતના કેન્દ્રોની નોંધપાત્ર કામગીરી સ્વતંત્ર ભારતના ઈતિહાસનો અગત્યનો હિસ્સો છે. કોઈ બેન્ક, અન્ય કોઈ ઉદ્યોગ કે ટેલિકોમ-ઊર્જા ક્ષેત્રના એકમનું ખાનગીકરણ અનેઈસરોના ખાનગીકરણમાં ફેર છે.

જો કે કેન્દ્ર સરકારે તરત કહ્યું કેઈસરોનું ખાનગીકરણ કરવાનો કોઈ ઈરાદો કે આયોજન નથી. આવી વાતોને તેમણે ભ્રામક ગણાવીને કહ્યું કેઈસરો અંતરિક્ષ ક્ષેત્રની પ્રમુખ સંસ્થા રહેશે. જૂની ટેક્નોલોજીના રોકેટ, સામાન્ય ઉપગ્રહો વારંવાર બનાવવાનું જે કામો વર્ષોથીઈસરો કરતું આવ્યું છે તે હવે ખાનગીક્ષેત્રને સોંપાશે. ‘ઈસરોનું અસ્તિત્વ ખતમ થવાનો સવાલ નથી, તે વધારે મજબૂત બનશે.

સરકારની ખાતરી તો છે પરંતુઈસરો નામ ઘણું મોટું છે અને મુદ્દો સંવેદનશીલ છે માટે ખાતરી અત્યંત સજ્જડ રીતેઈસરોના કર્મચારીઓ અને લોકો સુધી પહોંચે તેવું કરવું પડશે. સરકારઈસરોનું ખાનગીકરણ નથી કરવાની તેવો વિશ્વાસ લોકોમાં ઉત્પન્ન કરવો તે પણ એક પ્રકારનું મિશન કહેવાશે, જમીન ઉપરનું મિશન.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક