પડીક્કલ અને તિલકની અર્ધસદી: શમી અને મુકેશની 2-2 વિકેટ
ચેન્નાઇ,
તા.8: દુલિપ ટ્રોફી ફાઇનલમાં ઇસ્ટ ઝોનના 708 રનના મોટા સ્કોર સામે નોર્થ ઝોન ટીમના
ત્રીજા દિવસની રમતના અંતે 6 વિકેટે 242 રન થયા હતા. આથી તેના પર ફોલોઓનનો ખતરો તોળાઇ
રહ્યો છે. ઇસ્ટ ઝોને ફાઇનલ મુકાબલા પર સંપૂર્ણ વર્ચસ્વ સાથે વિજય તરફ આગેકૂચ કરી છે.
નોર્થ ઝોન તરફથી સ્ટાર બેટર દેવદત્ત પડીક્કલ અને કપ્તાન તિલક વર્માએ અર્ધસદી કરી હતી.
બાકીના બેટર મોટી ઈનિંગ રમી શકયા ન હતા. ઇસ્ટ ઝોન તરફથી મોહમ્મદ શમી અને મુકેશ કુમારે
2-2 વિકેટ લીધી હતી. ફોલોઓન ટાળવા નોર્થ ઝોનને હજુ 267 રનની જરૂર છે અને 4 વિકેટ જ
હાથમાં છે.
પડીક્કલ
104 દડામાં 4 ચોક્કાથી 62 રને આઉટ થયો હતો જ્યારે કપ્તાન તિલક વર્મા 133 દડામાં પ ચોક્કાથી
પ6 રને નોટઆઉટ રહ્યો હતો. રિકુ ભુઇ 1, નારાયણન જગદીશન 32, શેખ રશીદ 27, અને આર. સ્મરણ
23 રને આઉટ થયા હતા. શ્રેયસ ગોપાલ 26 રને આઉટ થયો હતો.