• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

ડૉક્ટરોની સુરક્ષાનો ઈલાજ ક્યારે ?

ડૉક્ટરને ભગવાનનું રૂપ ગણનારા આપણા દેશમાં તેમના પર હુમલાની ઘટનાઓ છાશવારે બનવા માંડી છે. મુંબઈના સ્થાનિક નગરસેવક દ્વારા પાલિકાની હોસ્પિટલના તબીબો તથા કર્મચારીઓ સાથે ડોંબિવલીમાં થયેલી મારપીટની ઘટનાને બરાબર બે મહિના થયા દિવસે પાલઘર ખાતે રિલિફ હૉસ્પિટલમાં આવી દાદાગીરીનું પુનરાવર્તન થયું. મહારાષ્ટ્રમાં તથા દેશના અનેક રાજ્યોમાં આવું છાશવારે થાય છે. જન્માષ્ટમી નિમિત્તે દહી હાંડીમાં સહભાગી થયેલો યુવાન ઈજાગ્રસ્ત થયો અને તેને હૉસ્પિટલના આઈસીયુમાં 4 કલાક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. ડિસ્ચાર્જ અને બિલની રકમને લઈને રાજકીય પક્ષના કાર્યકર્તાઓની ટોળકી હૉસ્પિટલમાં ઘૂસી ગઈ અને મહિલા ડૉક્ટરો સાથે ગાળાગાળી કરી તથા ધમકીઓ આપવામાં આવી. આમાં વચ્ચે પડેલી રિસેપ્શનિસ્ટની મારઝૂડ કરવામાં આવી. વાત આટલેથી અટકી અને ટોળું આઈસીયુમાં પ્રવેશ્યું અને ઈજાગ્રસ્ત યુવાન ગંભીર હાલતમાં ત્યાંથી લઈ જવાનો પ્રયાસ કરાયોરાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવા કિસ્સા સતત બનતા રહે છે. થોડા સમય પૂર્વે અહીં એક સિનીયર ડોક્ટરે તાલીમાર્થી મહિલા તબીબ સાથે ગેરવર્તન કર્યુ હતું. દરદીઓના સંબંધીઓ હુમલા કરતા હોવાનું પણ અનેકવાર નોંધાયુ છે. હડતાળ પડે, ખાતરી મળે પછી બધું પૂર્વવત. દરદીને યોગ્ય સારવાર મળે, તાત્કાલિક મળે તે જરૂરી છે તેની સામે વ્યવસાયની ગરિમા જળવાય, ડોકટરોનું સન્માન રહે તે પણ તેટલું આવશ્યક છેમુંબઈના ડોંબિવલીમાં પાલિકાની હૉસ્પિટલમાં સ્થાનિક નગરસેવક રમેશ મ્હાત્રે એક મહિલા ડૉક્ટર તથા બે અન્ય તબીબો અને નર્સને માર માર્યો હતો. તો ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને પ્રસાર માધ્યમોમાં બૂમરાણ મચી એટલે કાર્યવાહી કરવાની ફરજ પડી. સત્તામાં હોવા માત્રથી આવી દાદાગીરી કરવાની વૃત્તિ વધતી જાય છે. તેના ચોંકાવનારા કિસ્સા વધી રહ્યા છે, ચિંતાનો વિષય છે. એમાંય પોલીસ પણ આવા લોકોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપતી હોવાનું જોવા મળે છે પણ, ડોંબિવલીના કિસ્સામાં તો હાઈકોર્ટે કરેલા હસ્તક્ષેપને પગલે રમેશ મ્હાત્રેને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી.

તબીબો પર હુમલાના આંકડા આંખ ફાટી જાય એવા છે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના અહેવાલ અનુસાર દેશમાંના 75 ટકાથી વધુ તબીબોને તેમના સેવાકાળ દરમિયાન શાબ્દિક કે શારીરિક હિંસાનો ભોગ બનવાનું આવે છે. આમાંના સાંઈઠ ટકાથી વધુ હુમલા તો અકસ્માતની સારવાર કરનારાઓ તથા આઈસીયુમાંના કર્મચારીઓ પર થાય છે. ભારતમાં આમ પણ માથાદીઠ તબીબોની સંખ્યા ઓછી છે તથા સુવિધાઓના અભાવ વચ્ચે ઘણીવાર તેમને કામના કલાકોથી વધુ સમય ફરજ બજાવવી પડે છે. મહારાષ્ટ્ર મેડિકલ સર્વિસીસ ઍક્ટ હેઠળ તબીબી કર્મચારીઓ પર હુમલો, તેમની સાથે ગાળાગાળી અથવા હૉસ્પિટલમાં તોડફોડ બિનજામીન પાત્ર ગુનો છે તથા આરોપીને ત્રણ વર્ષ સુધીની જેલ અને અથવા પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો કે, પોલીસ અને લાગવગને કારણે આવા કેસમાં ગુનેગારો છટકી જતા હોય છે. સરકાર તબીબોની સુરક્ષાને સર્વોચ્ચ ગણે અને દિશામાં પગલા લે સમયની માગ છે.

ઇ-પેપરના નવા શુલ્ક